સારવાર અને રસીકરણના અભાવે વીંછીયા શહેરની અંદર ગાયો મોતને ઘાટ ઉતરી
સારવાર અને રસીકરણના અભાવે વીંછીયા શહેરની અંદર ગાયો મોતને ઘાટ ઉતરી
ગુજરાત ભરમાં હાલ પશુમાં લંપી નામના વાયરસ હાહાકાર મચાવતો હોય વિછીયા ની અંદર સરેરાશ સિટી ની અંદર દરરોજ 10 થી 15 પશુ મરતા હોય આશરે 15 દિવસની અંદર હજારોની સંખ્યામાં પશુ મૃત્યુ પામ્યા હોય અને તંત્રને જાણ કરવા છતાં સારવાર અને રસીકરણના અભાવે વીંછીયા શહેર ની અંદર ગાયો મોતને ઘાટ ઉતરી રહી છે તેમ છતાં આ ગુજરાત સરકાર ગૌ બચાવો અને ગાયો પાછળ લાખો કરોડોનો ખર્ચ કરવા છતાં આજ લંપી નામના વાયરસના કારણે ટાઈમસર એક પણ અધિકારી કે 1962 પશુ સારવારવાન ટાઈમ સર પહોંચતી ન હોવાને કારણે વિછીયા ની અંદર સરેરાશ ૧૦ થી ૧૫ ગાયોના દરરોજ મૃત્યુ થાય અગાઉ પણ મામલતદાર શ્રી ને રજૂઆત કરવામાં આવી લેખિત અને મૌખિક ડોક્ટર સાથે પણ વાતો કરવામાં આવી પણ વિંછીયા નીઅંદર રખડતા પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું નથી જેથી ગાયોના મૃત્યુનો આંકડો વધવાની સંભાવના છે અને આ જ રીતે મૃત્યુનો આંકડો વધશે તો આ રોગ માનવમાં પણ આવવાની શક્યતા છે તો વિંછીયા ના રાજ ગ્રુપ ગૌરક્ષક દળ દ્વારા ઉગ્ર માગણી કરવામાં આવી કે યુદ્ધના ધોરણે તમામ પશુઓને રસી મૂકી યોગ્ય સારવાર કરવામાં આવે નહીં તો આગામી દિવસોની અંદર ફરીવાર રસ્તા રોકો આંદોલન કરી ગાયો બચાવવા માટે એક આંદોલનની શરૂઆત થશે એવું રાજ ગ્રુપ ગૌરક્ષક દળના સ્થાપક મુકેશભાઈ રાજપરા પ્રમુખ કૌશિકભાઈ રાઠોડ તેમજ રાજુભાઈ રાજપરા પ્રવીણભાઈ સાકરીયા વનરાજભાઈ વગેરે આગેવાનો દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી.
એટ ધીસ ટાઈમ ન્યુઝ જસદણ 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.