પોતાનું મકાન લેવા બાબતે પતિ સાથે ચડભડ થતાં પત્નીનો ઝેર પી આપઘાત
રાજકોટના કોઠારીયા રોડ ઉપર સ્વાતીપાર્કમાં પોતાનું નવું મકાન લેવા બાબતે પતિ સાથે ચડભડ થતા પારૂલબેન નામની પરિણીતાએ પોતાની ચાર વર્ષની પુત્રી મીસ્ટીને ઝેર પીવડાવી પોતે ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બાળકીને સારવારમાં ખસેડાઈ હતી. બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. પ્રાપ્ત વિગત મુજબ મુળ મેંદરડાના ચાંદ્રાવાડી ગામના અને હાલ સ્વાતીપાર્કમાં રહેતા ભાર્ગવભાઈ ઢેબરીયા ધ્યાની ઈન્ડસ્ટ્રીઝમાં સબ મર્શીબલ પંપ બનાવવાનું કારખાનું ધરાવે છે.
તેમજ તેમના લગ્ન બિલખાના હડમતીયા ગામના પારૂલબેન સાથે છ વર્ષ પહેલા થયેલ હતા. સંતાનમાં એક ચાર વર્ષની પુત્રી મીસ્ટી છે.ગઈકાલે વ્હેલી સવારે પોતાના ઘરે પારૂલબેન ભાર્ગવભાઈ ઢેબરીયા (ઉ.વ.31) એ ચાર વર્ષની પુત્રી મીસ્ટીને ઝેર પીવડાવી પોતે ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. અને બાદમાં તેના પતિને પગલુ ભર્યા અંગે જાણ કરી હતી. જેથી પરીવારજનોએ માતા-પુત્રીને સારવારમાં અત્રેની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જયાં સારવાર દરમિયાન પારૂલબેનનું મોત નિપજયું હતું. જયારે પુત્રી હાલ સારવાર હેઠળ છે. બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઈ એમ.ડી. લોખીલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી બનાવના કારણ અંગે પતિની પુછપરછમાં જણાવ્યું હતું કે, તેઓ પત્ની અને પુત્રી સાથે ભાડાના મકાનમાં રહે છે તેની પત્ની ઘરનું મકાન લેવાની વાત કરતા હતા. જેથી ભાર્ગવભાઈએ હાલ ધંધો ચાલતો ન હોય ગાડીના હપ્તા પુરા થાય પછી ઘરનું મકાન લેશું કહેતા તેનું માઠું લાગી આવતા પગલું ભરી લીધું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.