સાબરકાંઠા બેંકની ૬૫મી વાર્ષિક સાધારણ સભા હર્ષ ઉલ્લાસ સાથે સંપન્ન થઇ - At This Time

સાબરકાંઠા બેંકની ૬૫મી વાર્ષિક સાધારણ સભા હર્ષ ઉલ્લાસ સાથે સંપન્ન થઇ


સાબરકાંઠા બેંકની ૬૫મી વાર્ષિક સાધારણ સભા હર્ષ ઉલ્લાસ સાથે સંપન્ન થઇ

સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન તેમજ લોક હૃદયમાં સ્થાન પામેલી ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી.હિંમતનગરની ૬૫મી વાર્ષિક સાધારણ સભા બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામીનારાયણ મંદિર કાંકણોલ હિંમતનગર મુકામે તા.૫/૯/૨૦૨૩ના રોજ બેંકના પ્રથમ મહિલા ચેર પરશન શ્રીમતી હંસાબેન મુકેશભાઇ પટેલના પ્રમુખ સ્થાને યોજાયેલ હતી. બેંકના પૂર્વ ચેરમેન મહેશભાઇ પટેલ આ પ્રસંગે ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેનશ્રી તથા સાબરડેરીના ચેરમેનશ્રી શામળભાઇ પટેલ, ગુજરાત રાજય જમીન-વિકાસ બેંકના વાઇસ ચેરમેનશ્રી ફલજીભાઇ પટેલ, ધી સાબરકાંઠા જિલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘના ચેરમેનશ્રી જેઠાભાઇ પી.પટેલ, ધી સાબરકંઠા જિલ્લા સહકારી સંઘ લી.ના ચેરમેનશ્રી જસુભાઇ જગુભાઇ પટેલ, બેંકનું સમગ્ર બોર્ડ ઓફ ડીરેકટર્સ,જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓના બોર્ડ ઓફ ડીરેકટર્સ, પૂર્વ વાઇસ-ચેરમેનશ્રી રાજેન્દ્રસિંહ એન. ભાટી,પૂર્વ માનદ્ મેનેજીંગ ડીરેકટરશ્રી પંકજભાઇ એન.પટેલ, બેંકના પૂર્વ બોર્ડ ઓફ ડીરેકટર્સશ્રીઓ તથા સહકારી આગેવાનો અને વિશાળ સંખ્યામાં સભાસદશ્રીઓ ઉપસ્થિત રહેલ.
આ પ્રસંગે બેંકના પ્રથમ મહિલા ચેરપરશનએ સભામાં ઉપસ્થિત સૌને આવકારી જણાવેલ કે, આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તથા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી માનનીયશ્રી અમીતભાઇ શાહ સાહેબ દ્વારા સહકારી ક્ષેત્રના વિકાસ માટે અનેકવિધ પગલાં લેવાઇ રહ્યા છે જેની આપણે સૌ સહર્ષ નોંધ લઇએ છીએ. આપણી બેંકના ઇતિહાસમાં પ્રથમ મહીલા ચેરમેન તરીકે મારી નિમણુંક કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો હું આભાર માનુ છું.
ત્યારબાદ એજન્ડા ઉપરની તમામ કાર્યવાહી બેંકના ચીફ એકઝીકયુટીવશ્રી એચ.પી.નાયક દ્વારા હાથ ધરાતા તમામ સભાસદોએ આ તમામ કામોને સર્વાનુમત્તે અનુમોદન આપતાં સાત્વીક સહકારીતાના અદભૂત દર્શન કરાવડાવેલ.
અંતમાં બેંકના માનનીય વાઇસ ચેરમેનશ્રી ભીખાજી દુધાજી ડામોરએ આભાર વ્યકત કરતા પહેલાં બેંકના ઉત્તરોત્તર પ્રગતિનો જશ બેંકના પૂર્વ ચેરમેન શ્રી મહેશભાઇ એ.પટેલ તથા પૂર્વ બોર્ડ ઓફ ડીરેકટર્સ અને તેમાંય તમારા બધાનો પણ સહકાર મળેલ છે તે બદલ તમામ સહકારના આગેવાનોનો તથા મંડળીના ચેરમેનશ્રીઓ,સભાસદશ્રીઓનો આભાર વ્યકત કરી મીટીંગનું કામકાજ પૂર્ણ થયેલ જાહેર કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.