બોટાદ ખાતે શ્રી ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ દ્વારા લાઇબ્રેરીમાં વિદ્યાર્થીનીઓ ને પુસ્તક પરિચય તેમજ પુસ્તકાલયનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન અપાયું - At This Time

બોટાદ ખાતે શ્રી ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ દ્વારા લાઇબ્રેરીમાં વિદ્યાર્થીનીઓ ને પુસ્તક પરિચય તેમજ પુસ્તકાલયનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન અપાયું


(કનુભાઈ ખાચર દ્વારા )
શાળા અભ્યાસક્રમ સાથે વિદ્યાર્થીના જીવનમાં શાળા પુસ્તકાલય (લાઇબ્રેરી) ઘણું બધું મહત્વ છે. ઉત્તમ પુસ્તકો વિદ્યાર્થીના જીવન ઘડતર ની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તે અનુસંધાને શાળાની વિશાળ લાઈબ્રેરીમાં વિદ્યાર્થિનીઓ ને પુસ્તક પરિચય તેમજ શાળા પુસ્તકાલયનો ઉપયોગ કેવી રીતના કરવો. તેની વિશેષ માહિતી શાળાના પ્રિન્સિપાલ વી.કે.મહેતા સાહેબે આપી હતી.અને જીવન ઘડતર માં શ્રેષ્ઠ પુસ્તકોની મહત્વની ભૂમિકા વિશે સમજણ આપી હતી. તેમજ શાળા ના દૈનિક શૈક્ષણિક આયોજનની અંદર લાઇબ્રેરી નો અવકાશ રાખીને. વિદ્યાર્થી મોબાઇલથી દૂર થઈ પુસ્તકો તરફ વળે તેઓ સુંદર અભિગમ શાળા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.