રાજકોટ શહેરમાં મધરાતે મેઘવર્ષા : એક ઇંચ વરસાદ
છેલ્લા એક અઠવાડીયાથી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભરપૂર વરસાદ વરસ્યો છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં મેઘ કૃપા થઈ છે.
આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ગોંડલ, જામકંડોરણા, ઉપલેટામાં સામાન્ય થી ભારે વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં નાગરિકો વરસાદની આતુરતાનો અંત નથી આવતો.
જોકે શહેરમાં આજે મધરાતે વરસાદી ઝાપટાં વરસ્યા હતો. મધરાત્રિના 2 થી 4 વચ્ચે એમ બે કલાકમાં પોણા થી એક ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ મનપા વિભાગના આંકડા મુજબ શહેરના સેન્ટ્રલ ઝોનમાં પોણો ઇંચ (18 mm), પૂર્વ ઝોનમાં અડધો ઇંચ (11 mm) અને પશ્ચિમ ઝોનમાં એક ઇંચ (21 mm) વરસ્યો હતો.
રાજકોટમાં વરસાદી ઝાપટાં થી બફારા માંથી રાહત મળી હતી. માત્ર એક ઇંચ વરસાદી ઝાપટાં થી પણ માર્ગો પર પાણી ભરાયાંની સમસ્યા જોવા મળી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.