મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ભૂકંપ - મહા વિકાસ અઘાડી સરકાર ખતરામાં - At This Time

મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ભૂકંપ – મહા વિકાસ અઘાડી સરકાર ખતરામાં


- મહારાષ્ટ્રમાં સોમવારે યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીમાં શિવસેનાના 11 મત તૂટી ગયા હતા અને ભાજપના ઉમેદવાર પ્રસાદ લાડનો વિજય થયો હતોમુંબઈ, તા. 21 જૂન 2022, મંગળવારમહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી બાદ ઉદ્ધવ ઠાકરે સરકારની મુશ્કેલીઓ વધી ગઈ છે અને શિવસેનાના કેબિનેટ મંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) સાથે કોઈ સંપર્ક નથી. મળતી માહિતી પ્રમાણે એકનાથ શિંદે પાર્ટીના 11 ધારાસભ્યો સાથે ગુજરાતમાં છે. એકનાથ શિંદે મહારાષ્ટ્ર સરકારમાં કેબિનેટ મંત્રી છે અને તેઓ ઠાકરે પરિવારથી નારાજ છે. શિવસેનાના 11 ધારાસભ્યો સાથે કોઈ સંપર્ક નથીપાર્ટીના મોટા નેતા એકનાથ શિંદે ગઈકાલે (20 જૂન) સાંજથી સંપર્કમાં નથી. મહારાષ્ટ્રમાં સોમવારે યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણીમાં શિવસેનાના 11 મત તૂટી ગયા હતા અને ભાજપના ઉમેદવાર પ્રસાદ લાડનો વિજય થયો હતો. ત્યારથી એકનાથ શિંદે અને તેમના સમર્થકો સંપર્ક વિહોણા છે. શિંદે 11થી 13 ધારાસભ્યો સાથે સુરત આવી પહોંચ્યા છે અને સુરતની મેરિડિયન હોટલમાં હોવાની આશંકા, ઉદ્વવ ઠાકરે 12 વાગ્યે ધારા સભ્યોની બેઠક કરશે અને 2 વાગ્યે શિંદે પ્રેસ કોન્ફરન્સ યોજી શકે તેવી શક્યતા. pic.twitter.com/RRX6hqk9lP— Gujarat Samachar (@gujratsamachar) June 21, 2022 હાલમાં વિશ્વસનીય સૂત્રો પાસેથી એકનાથ શિંદે 11થી 13 ધારાસભ્યો સાથે સુરતમાં હોવાની વાત મળી રહીં છે.  13 ધારાસભ્યો બળવો કરે તો પણ સરકાર પડે એવી સ્થિતીમાં નથી… સરકાર માટે 145 ધારાસભ્ય જોઈએ જ્યારે મહાવિકાસ અઘાડી પાસે 169 ધારાસભ્યો છે.એકનાથ શિંદે ગુજરાતની એક હોટલમાં રોકાયા છેમળતી માહિતી પ્રમાણે શિવસેના નેતા એકનાથ શિંદે બધા ધારાસભ્યો સાથે ગુજરાતમાં છે. શિંદે ગુજરાતના સુરત શહેરમાં સ્થિત ગ્રાન્ડ ભગવતી હોટલ અથવા હોટેલ મેરીડીયનમાં રોકાયા હોવાની આશંકા છે.ઉદ્ધવ ઠાકરેએ ધારાસભ્યોની બેઠક બોલાવીએકનાથ શિંદે સાથે સંપર્ક ન થતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. સીએમ ઉદ્ધવે બપોરે 12 વાગ્યે ધારાસભ્યોની બેઠક બોલાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.