ઉદયપુર હત્યાકાંડઃ આરોપીના ટાર્ગેટ પર અડધો ડઝન લોકો હતા, પાકિસ્તાનના મૌલાના ભડકાવતા હતા - At This Time

ઉદયપુર હત્યાકાંડઃ આરોપીના ટાર્ગેટ પર અડધો ડઝન લોકો હતા, પાકિસ્તાનના મૌલાના ભડકાવતા હતા


નવી દિલ્હી,તા.30 જૂન 2022,ગુરૂવારરાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્યા બાદ આખા દેશમાં ભારે આક્રોશ છે.દરમિયાન હત્યાના બે આરોપીની પૂછપરછમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે, આરોપી ગૌસમ મહોમ્મદના ટાર્ગેટ પર ઉદયપુરના અડધા ડઝન લોકો હતા. પાકિસ્તાનથી મૌલાના અબ્દુલ કાદરી ગૌસને ભડકાવતો હતો અને તેના સતત એવુ કહીને દબાણ કરતો હતો કે, કશું કરતો કેમ નથી તુ...જન્નતમાં જવાનો આ એક મહત્વનો રસ્તો છે.પોલીસ દ્વારા આરોપીઓના ઘરની તપાસ પણ કરવામાં આવી છે અને તેમાં કેટલીક સંદિગ્ધ સામગ્રી પણ મળી છે. પોલીસને જાણવા મળ્યુ છે કે, આરોપી રિયાઝે 12 જૂનથી જે ઘર ભાડે રાખ્યુ હતુ તેના માટે મકાન  માલિકને પોતાનુ કોઈ આઈડી પણ બતાવ્યુ નહોતુ.સૂત્રોનુ કહેવુ છે કે, રિયાઝના રુમમાંથી પાકિસ્તાનના મૌલાના તથા બીજા લોકોના નામ મળ્યા છે.આ લોકો કોણ છે અને રિયાઝ સાથે કેવી રીતે જોડાયેલા છે તેની પૂછપરછ ચાલી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.