બોટાદ જિલ્લાના ચંદરવા ગામના યુવા ને બોટાદ જિલ્લા અને ખેડૂતો નું ગૌરવ વધાર્યું
તારીખ ૨૩/૮/૨૦૨૪ના રોજ અમદાવાદ ખાતે ' યુવક વિકાસ ટ્રસ્ટ ' દ્વારા ' મોક વિધાનસભા ' નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યની કુલ ૪૦ જેટલી કૉલેજમાંથી ૫૮ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ૪ દિવસ નો હતો જેમાં એક દિવસ ચાલુ સ્ત્ર એ વિધાનસભાની મુલાકાત પણ કરવામાં આવી હતી. આ વિધાનસભામાં બોટાદ જિલ્લાના ચંદરવા ગામના પરમાર પાર્થ વનરાજસિંહ નામી યુવા એ પણ ભાગ લઈ ત્યાંના વિસ્તારના ખેડૂતો ની સમસ્યા વિપક્ષ ના ધારાસભ્ય તરીકે રજૂ કરી હતી. જેમાં તેમને ' ખેડૂતોને નર્મદા કેનાલમાં વાવણીના સમયે પાણી ન મળવાની સમસ્યા રજૂ કરી ' બોટાદ જિલ્લા અને ખેડૂતોનું ગૌરવ વધાર્યું હતું.આવી રીતે યુવા વિદ્યાર્થીઓએ એક આદર્શ વિધાનસભાનું મોડેલ ઊભું કરી લોકો સુધી પહોચાડવાનો પ્રયાસ કર્યો હતો. જેની નોંધ રાજ્યના અને મીડિયા માધ્યમે કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.