જસદણ લોહિયાનગરમાં આરોગ્ય કેન્દ્રનુ લોકાર્પણ કરવામાં આવ્યું
આજરોજ જસદણ અર્બન હેલ્થ દ્વારા જસદણ વોર્ડ નંબર ત્રણમા લોહિયાનગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ કરવામાં આવેલ જેમાં એક એમબીબીએસ ડોક્ટર સહિત પાંચ લોકોનો સ્ટાફ રેગ્યુલર તમામ પ્રકારની સારવાર આપશે જેથી આ વિસ્તારના લોકોને સિવિલ હોસ્પિટલ સુધી જવું નહિ પડે તેમ જ એમબીબીએસ ડોકટરનો લાભ મળશે આ કાર્યક્રમમાં આ વિસ્તારના કોર્પોરેટર પંકજભાઈ ચાંવ જેડીભાઈ ઢોલરીયા શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ મકાણી ભારતીય જનતા પાર્ટીના પીઢ આગેવાન અશોકભાઈ મહેતા તેમજ રાજકોટ જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ શ્રી સોનલબેન વરસાણી સહિત આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને ડોક્ટર ધવલ ગોસાઈ તેમજ જીતુભાઈ પટેલ સહિત આરોગ્ય કર્મચારી દ્વારા સફળ બનાવવામાં આવેલ.
રિપોર્ટર વિજય ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.