જામનગર મહાનગરપાલિકાના યુ.સી.ડી. વિભાગમાં ઈ-શ્રમ કાર્ડ નોંધણી કેમ્પ યોજાશે
- આવકવેરો ન ચુકવતા અને પી.એફ. ન મેળવતા અસંગઠિત કામદારો ઓળખના પુરાવા રૂપે અપાય છે કાર્ડજામનગર,તા.27 ઓગષ્ટ 2022,શનિવારજામનગર મહાનગરપાલિકાના યુ.સી.ડી. વિભાગમાં અસંગઠિત શ્રમયોગી કામદારો માટે વિનામૂલ્યે ઈ-શ્રમ કાર્ડ નોંધણી નો કાર્યક્રમ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડીના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યો છે. ઈશ્રમ કાર્ડ ના જામનગર મહાનગરપાલિકાના નોડલ ઓફિસર જીગ્નેશ નિર્મલએ જણાવ્યું હતું કે, જામનગરના અસંગઠિત અને શ્રમયોગી કામદારો જેમની ઉંમર ૧૬ થી ૬૦ વર્ષ સુધીની હોય અને જેઓ આવકવેરો ન ચૂકવતા હોય, તેમજ જેમને પી.એફ. નો લાભ ન મળતો હોય તેવા તમામ શ્રમિકોને જામનગર મહાનગરપાલિકાના યુ.સી.ડી. વિભાગમાં તા. ૨૯.૮.૨૦૨૨ થી ૩૧.૮.૨૦૨૨ સુધીના ત્રિ દિવસીય કેમ્પનું સવારે ૧૧.૦૦ વાગ્યાથી ૬.૦૦ વાગ્યા સુધી ઈ -શ્રમ કાર્ડ નું રજીસ્ટ્રેશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નજીકના કોમન સર્વિસ સેન્ટર પ્રજાપતિ સમાજ વાડી જામનગર, ગુલાબનગર ઋષિ કોમ્પલેક્ષ પહેલા માળે, ધરાનગર બેડી બંદર રોડ, કાલાવડ નાકા સામે અમન સોસાયટી સી.એસ.સી. સેન્ટર પર જાહેર જનતા વિનામૂલ્યે ઈ- શ્રમની નોંધણી નિયમિત રીતે સવારે ૧૧.૦૦ થી ૬.૦૦ સુધીમાં કરાવી શકશે, અન્યથા ઇ-ગ્રામ સેન્ટર પર જઈ અરજદાર નોંધણી કરાવી શકે છે, મોબાઈલ પર અરજદાર જાતે આ વેબસાઈટ www.esharm.gov.in પર જઈ નોંધ કરાવી શકે છે, ઇ- શ્રમ કાર્ડ મેળવવા માટે આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે જોડાણ થયેલ મોબાઈલ નંબર તેમજ બેંક પાસબુક સહિતના અરજદારના ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂરી છે. ઇ- શ્રમ કાર્ડ સમગ્ર ભારતમાં સરકારશ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ કાર્ડ માનવામાં આવે છે, આ કાર્ડ ધરાવનાર શ્રમિકને અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં રૂપિયા ૨ લાખનું વળતર સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવે છે, તેમજ આંશિક અપંગતાના કિસ્સામાં શ્રમિકને રૂપિયા ૧ લાખ સુધીની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ સમગ્ર કામગીરી કમિશનર વિજયકુમાર ખરાડી, ડેપ્યુટી કમિશનર ભાવેશભાઈ જાની, નોડલ ઓફિસર, જીગ્નેશ નિર્મલ અને યુસીડી વિભાગના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ યુસીડી વિભાગના તમામ મેનેજરો ઈ-શ્રમ કાર્ડની નોંધણીનું આયોજન કરી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.