શેરબજારમાં 60 લાખ હારી જતાં કન્સ્ટ્રક્શનના ધંધાર્થી ભેદી રીતે ગુમ, ફોન સ્વીચ ઓફ આવતાં પરિવારે પોલીસને જાણ કરી - At This Time

શેરબજારમાં 60 લાખ હારી જતાં કન્સ્ટ્રક્શનના ધંધાર્થી ભેદી રીતે ગુમ, ફોન સ્વીચ ઓફ આવતાં પરિવારે પોલીસને જાણ કરી


છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં શેરબજારમાં જલ્દી રૂપિયા કમાવવાની ઘેલછા વધતી જોવા મળી રહી છે અને તેના જ પરિણામે અનેક યુવાનો લાખો રૂપિયા તો ગુમાવે જ છે પરંતુ, તેની સાથે-સાથે પોતાના જીવન સાથે પણ રમત રમી જાય છે અને તેનો ભોગ તેમના સ્વજનો બની જતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે, જેમાં શહેરના કાલાવડ રોડ પર રહેતાં અને રૈયારોડ પર ઓફિસ ધરાવતાં 28 વર્ષીય કન્સ્ટ્રક્શનના ધંધાર્થી શેરબજારમાં રૂ.60 લાખ હારી જતાં પોતાની ઓફિસેથી ભેદી રીતે ગુમ થઈ જતાં પરિવારજનો દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ નોંધ કરાવવામાં આવી છે. હાલ પોલીસ ગુમનોંધ આધારે યુવાનની શોધખોળ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.