રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાન વ્યંધિકરણ તથા હડકવા વિરોધી રસીકરણની કામગીરી.
રાજકોટ શહેર તા.૧૧/૭/૨૦૨૪ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્વાનોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં શ્વાન વ્યંધિકરણ તથા હડકવા વિરોધી રસીકરણની કામગીરી કરવામાં આવે છે. જેથી શ્વાનોની વધતી જતી વસ્તીને તથા હડકવાને કાબુમાં કરી શકાય. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૦૭-૦૮થી અત્યાર સુધીમાં ૮૦,૨૯૪ શ્વાનોનું વ્યંધિકરણ ઓપરેશન કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન ૨૮૧૭, વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન ૩૦૧૩ તથા વર્ષ ૨૦૨૪-૨૫ (જુન-૨૪ સુધિ) દરમ્યાન ૮૦૧ શ્વાનોનું વ્યંધિકરણ ઓપરેશન કરવામાં આવેલ છે. છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ શહેરમાં ૯૦% થી વધુ શ્વાનો વ્યંધિકરણમાં આવરેલ છે. વર્ષ ૨૦૧૬-૧૭થી અગાઉ વ્યંધિકરણ ઓપરેશન કરવામાં આવેલ શ્વાનને ફરીથી હડકવા વિરોધિ રસીકરણ કરવામાં આવે છે તથા હાલ ફરીથી હડકવા વિરોધિ રસીકરણનો ૭મો રાઉન્ડ ચાલુ છે. ફરીથી કુલ ૧,૦૩,૦૫૩ ડોઝ હડકવા વિરોધિ રસીકરણનાં આપવામાં આવેલ છે. શ્વાનોનાં પ્રશ્નોનાં નિરાકરણ માટે જેટલા વધુમાં વધુ શ્વાનને વ્યંધિકરણમાં આવરી શકાય તેટલું વધુ ઝડપથી પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે. જે શ્વાનને ખસીકરણ (વ્યંધિકરણ) કરેલ હોય તે શ્વાનનાં કાનમાં આઇડેન્ટિફિકેશન માર્ક (વિ-આકરના ખાચાથી નિશાન) કરવામાં આવે છે. જેથી ખબર પડે કે શ્વાનનું વ્યંધિકરણ થયેલ છે. ૬(છ) માસ કે તેથી વધુ ઉંમરનાં શ્વાનનું વ્યંધિકરણ ઓપરેશન કરવામાં આવે છે. આથી આપના વિસ્તારમાં કોઈ ૬(છ) માસથી વધુ ઉંમરનાં શ્વાન વ્યંધિકરણ વિનાનાં શ્વાન જોવા મળે તો રાજકોટ મહાનગરપાલિકાનાં કોલ સેન્ટર નંબર ૦૮૨૧-૨૪૫૦૦૭૭ પર સંપર્ક કરી શ્વાન વ્યંધિકરણ (Dog Sterilizrtion)ની ફરીયાદ કરી વધુમાં વધુ શ્વાને વ્યંધિકરણ-હડકવા વિરોધી રસીકરણમાં આવરવા માટે આથી અનુરોધ કરવામાં આવે છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.