ચોમાસામાં પાણી ભરાવું, ડ્રેનેજ ચોક-અપ સહિતની ફરિયાદ કોલ સેન્ટરને જણાવ્યા બાદ ઉકેલ ન આવે તો સીધો જ જવાબદાર અધિકારીને કરો ફોન
મનપાએ ડેપ્યુટી કમિશનરથી શરૂ કરી તમામ શાખા સહિત 15 વિભાગમાં કામગીરીની વહેંચણી, દરેક અધિકારીની જવાબદારી પણ નક્કી કરી
વરસાદ આવે એટલે ઈજનેરો તાત્કાલિક હાજર રહેશે, સિટી એન્જિનિયર મોનિટરિંગ અને ડીએમસી કરશે સંકલન
રાજકોટમાં હવે ગમે ત્યારે ભારે વરસાદ ખાબકી શકે છે. દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પ્રિ-મોન્સૂન પ્લાનિંગ દર વખતે ધોવાઈ જાય છે. આ વખતે પણ મનપાએ આયોજન કર્યું છે જેમાં નાયબ મ્યુનિસિપલ કમિશનરથી માંડીને અલગ અલગ શાખાઓ સહિત 15 ભાગમાં કામગીરી વહેંચી છે. સૌથી વધુ જવાબદારી જે તે વોર્ડ એન્જિનિયરને અપાઈ છે. સિટી એન્જિનિયર આ કામો પર મોનિટરિંગ કરશે જ્યારે ડીએમસી અન્ય સરકારી વિભાગો સાથે સંકલન અને પોતાના ઝોનની કામગીરી સંભાળશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.