રૈયા ચોકડી બ્રિજ પાસે કારની ઠોકરે બાઈક ચાલક માતા-પુત્ર પટકાયા: છ વર્ષના બાળકને ગંભીર ઇજા - At This Time

રૈયા ચોકડી બ્રિજ પાસે કારની ઠોકરે બાઈક ચાલક માતા-પુત્ર પટકાયા: છ વર્ષના બાળકને ગંભીર ઇજા


રૈયા ચોકડી બ્રિજ પાસે કારની ઠોકરે બાઈક ચાલક માતા-પુત્ર પટકાયા હતાં. જેમાં છ વર્ષના બાળકને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે સાધુવાસવાણી રોડ કુંજ રોડ પર રાધિકા ડેરીની પાછળ રહેતાં પુજાબેન વિરેનભાઈ આરોડા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે યુગ રમેશ લીંબસીયાનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના તેઓ તેના છ વર્ષીય પુત્ર માહીર સાથે પોતાના એક્સેસ બાઈક નં. જીજે-03 એનએ 8272 લઈ ઘરેથી તેની ઓફિસ ફોર્ચ્યુન હોટલ 150 ફુટ રિંગ રોડ, પાસે જતા હતા ત્યારે નાણાવટી ચોકથી આગળ રૈયા ચોકડી બ્રિજ ચડવા જતા હતા ત્યારે એક હોન્ડા કપંનીની એમેજ કાર નં.જીજે-03-એલબી-4356 એ પાછળથી તેમના એક્સેસને ઠોકર મારી દેતા તેઓ માતા-પુત્ર બન્ને બ્રિજની દીવાલ સાથે અથડાઇ ગયેલ અને દીકરાને નાકના ભાગે, નેણના ભાગે તેમજ હાથમાં ગંભીર ઇજા થયેલ હતી.
દરમિયાન ત્યાંથી પસાર થતાં લોકોએ તેમને સારવાર માટે ખસેડયા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.