કાલાવડ તાલુકાના યુવા પત્રકાર રાજુભાઈ રામોલિયાનો આજે જન્મ દિવસ - At This Time

કાલાવડ તાલુકાના યુવા પત્રકાર રાજુભાઈ રામોલિયાનો આજે જન્મ દિવસ


આજે જન્મ દિવસ નિમિતે દ્વારકાધીશની ધ્વજા ચઢાવી દ્વારકાધીશના ચરણો માં શીશ ઝુકાવી જન્મદિવસની કરશે ઉજવણી.

આજે દ્વારકાધીશની ધ્વજા રોહણ કાર્યક્રમ મા જામનગર ના સાંસદ પૂનમબેન માડમ,પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ ,દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક ,જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિત રાજકીય મહાનુભાવો તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહેશે.

કાલાવડ તાલુકામાં સાંધ્ય દૈનિક સાંજ સમાચાર અને સંદેશ ન્યુઝ ચેનલમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા એવા નિકાવા ગામના વતની અને હરહંમેશને માટે દિન-રાત જોયા વગર અવિરત લોકોના પ્રશ્નોની વાચા આપવામાં અગ્રેસર તેમજ સમગ્ર કાલાવડ શહેર તેમજ તાલુકાના તમામ વિભાગ અને જાહેર જીવનના તમામ ક્ષેત્રોમાં રસ લઇ પ્રજાઓના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવામાં નિપૂણતા દાખવનાર અને બહોળુ મિત્ર-વર્તુળ ધરાવનાર અને રાજકીય, સામાજીક ક્ષેત્રમાં સારૂ એવું નામ તેમજ સારા એવા સંબંધો ધરાવનાર રાજુભાઈ રામોલીયાનો આજે જન્મદિવસ હોય ત્યારે તેઓ આજે તેમના જન્મદિને દ્વારકાધીશને ધ્વજા ચઢાવી દ્વારકાધીશના ચરણો મા શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે સાથે સાથે તેમના પરિવારજનો, મિત્ર મંડળ, સગા વ્હાલાઓ, સ્નેહીજનો તેમજ રાજકીય- સામાજીક અગ્રણીઓ અને સમગ્ર મીડિયા જગતના મિત્રો રાજુભાઈ રામોલીયાને જન્મ દિવસની તેમના મો. ૯૯૨૫૪ ૪૭૭૦૫ ઉપર હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તેમજ દિર્ધાયુ અને તંદુરસ્ત રહી હરહંમેશ મીડિયામાં પ્રગતિ કરો તેવા આશીર્વાદ પણ સૌ કોઈ સ્નેહીજનો વરસાવી રહ્યાં છે.


9909426495
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image