જૂનાગઢ જિલ્લામાં વ્હાલી દીકરી યોજના”નાં લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા અનુરોધ
જૂનાગઢ જિલ્લામાં વ્હાલી દીકરી યોજના"નાં લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા બાબત.જૂનાગઢ તા.૪, ગુજરાત સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત હાલ "વ્હાલી દીકરી યોજના" અમલમાં છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીને ૧૮ વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી તબક્કા વાર રૂ. ૧,૧૦,૦૦૦ ની સહાય ચુકવવામાં આવે છે. જે દીકરીઓને મંજૂરી હુકમ આપવામાં આવેલ છે, તે તમામ દીકરીઓને પ્રધામંત્રીશ્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ લાભ મળે તે હેતુથી "વ્હાલી દીકરી યોજના"નાં તમામ લાભાર્થીઓના તથા કુટુંબના તમામ સભ્યોના આયુષ્માન કાર્ડ કઢાવવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. હાલ જૂનાગઢ જિલ્લામાં "વ્હાલી દીકરી યોજના"નાં ૧૧૧૯૩ લાભાર્થીઓ છે. એ તમામ લાભાર્થીઓનાં વાલીઓને તેમની દીકરીનું આયુષ્માન કાર્ડ કઢાવવા માટે અરજદારે પોતાનું તથા દીકરીનું આધાર કાર્ડ, રાશન કાર્ડ, દીકરીનો જન્મનો દાખલો અને આવકનો દાખલો લઈ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અથવા ગ્રામ પંચાયતના VCE નો તાત્કાલીક સંપર્ક કરી આયુષ્માન કાર્ડ કઢાવી લેવા અને કોઈ મુશ્કેલી જણાય તો મહિલા અને બાળ અધિકારીની કચેરી નાં ફોન નં. ૦૨૮૫-૨૬૩૨૩૨૨ પર સંપર્ક કરવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવવામાં આવે છે.
રિપોર્ટ અસ્વિન પટેલ
માહિત બ્યુરો જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.