રાજકોટમાં 1.9 કરોડની 13 કાર ભાડે મેળવ્યા બાદ શુકલા બંધુ સહીત 3 શખ્સોએ કાર ગીરવે મૂકી વહેંચી નાખી - At This Time

રાજકોટમાં 1.9 કરોડની 13 કાર ભાડે મેળવ્યા બાદ શુકલા બંધુ સહીત 3 શખ્સોએ કાર ગીરવે મૂકી વહેંચી નાખી


રાજકોટ શહેરના રૈયા ગામમાં રહેતાં યુવાન સાથે તેના જ એક મિત્ર અને મિત્રના ભાઇ સહિત ત્રણ લોકોએ ગુનાહિત કાવત્રુ રચી કાર ભાડેથી મેળવી મહિને 32 હજાર આપશે તેવી લાલચ દઇ શરૂઆતમાં આ રકમ નિયમિત રીતે ચૂકવી વિશ્વાસ કેળવ્‍યા બાદ રૈયાના યુવાનને તેના મિત્રો પરિચિતોની કાર પણ હોય તો ભાડેથી અપાવવાની વાત કરતાં આ યુવાને પોતાના અને મિત્ર હસ્‍તક 1 કરોડ 9 લાખ 50 હજારની 12 ગાડીઓ અને 1 બુલેટ ભાડેથી આપતાં બે સગા ભાઇઓ સહિતની ત્રિપુટીએ આ તમામ કાર અને એક બુલેટ બારોબાર ગીરવે મૂકી દઇ કે વેંચી કારસ્‍તાન આચરતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.