પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકએ પ્રશંસનીય કામગીરી કરનાર છ પોલીસમેન ને સન્માનિત કર્યા
ગોસા(ઘેડ) તા.૨૧/૦૩/૨૦૨૫
પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ શુદ્રઢ બનાવવા સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓને પોરબંદર જિલ્લા પોલીસ અધિક ભગીરથસિંહ જાડેજાનાઓ દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરી સુંદર કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને બિરદાવવામાં આવ્યા હતા
આજ રોજ તારીખ ૨૧/૦૩/૨૦૨૫ના રોજ પોરબંદર જિલ્લા અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓ અધ્યક્ષ સ્થાને આયોજિત માહે ફેબ્રુઆરી માસની ક્રાઈમ કોન્ફરન્સમાં પોરબંદર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા સારું ગંભીર ગુનાના ભેદ ઉકેલનાર અને બહાર રાજ્યને ગેંગને પકડી પાડવાની પ્રશંસનીય કામગીરી કરનાર તથા દારૂ જુગારને બનીને નાબૂદ કરવા અંગેને સારી કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં સારી કામગીરી કરતા રહે તેવા શુભ આશયથી પોલીસ અધિક્ષક ભાગીરથસિંહ જાડેજાના ઓ દ્વારા પોરબંદર જિલ્લાના પોલીસ સ્ટેશનના એલસીબી, કુતિયાણા પોલીસ સ્ટેશન, કમલા બાગ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તેમજ પોલીસ કોસ્ટેબલને પ્રશંસા પત્ર એનાયત કરી બીરદાવામાં આવ્યા હતા
જે પોલીસ કર્મચારી ઓને બિરદાવવામાં આવ્યા હતા તેમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર પાર્ટ એ ૭૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૯ મુજબનો ડિટેક્ટ ચોરીનો ગુનો કરી ચોરી થયેલ બુધા માલ સાથે આરોપીઓને પકડી પાડી મુદ્દામાલ રિકવર કરી તેમ જ ચોરીમાં પકડાયેલ આંતર રાજ્ય બેગ લિફટિંગ તથા ઘરના કાચ તોડી તથા મોટર સાયકલો ની ડિક્કી ખોલી ચોરી કરતી ટોળકીના બે સભ્યોને પકડી પાડી પોરબંદર જુનાગઢ સુરેન્દ્રનગર તથા મહારાષ્ટ્રના થાણે તથા અમરાવતી જિલ્લામાં નોંધાયેલા કુલ પાંચ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ તથા પોરબંદર જિલ્લાના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં છેલ્લા આઠ વર્ષથી તથા મધ્યપ્રદેશના સેંધવા પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી તથા તામિલનાડુના ચેંગમ પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષથી નાશતા ફરતા આરોપીને પકડી પાડી મુદ્દામાલ રિકવર કરી પ્રશંસનીય કામગીરી કરનાર પોરબંદર એલ.સી.બી.ના પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ દુદાભાઈ ઓડેદરા તથા કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અક્ષય જગતસિંહ ઝાલા તથા કુતિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ભરત સરમણભાઈ ઓડેદરાને પ્રસંશા પત્ર એનાયત કરી બીરદાવામાં આવેલ હતા
જ્યારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર નંબર ૧૧૨૧૮૦૦૯૨૫૦૦૧૦૦/૨૦૨૫ 11 બી એન એસ કલમ ૩૯૦(૪), ૧૧૧(૨)(બી), ૩૫૧(૩), મુજબ લૂંટના ગુનાના આરોપીઓને ગણતરીને કલાકોમાં પકડી પાડી લૂંટ કરેલ ૧૦૦% મોઢા માલ રિકવરી કરી પ્રશંસનીય કામગીરી કરનાર કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોસ્ટેબલ એનટી ભટ્ટ તથા આર પી મકવાણા અને પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ કીશાભાઇ મોરી ને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા નવો દ્વારા પ્રશંસા પત્ર એનાયત કરી દેવદાવામાં આવ્યા હતા.
રિપોર્ટર વિરમભાઈ કે આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
