હળવદના માથક ગામની સીમમાંથી ઇલેક્ટ્રિક મોટરના કેબલ વાયર ચોરી કરનાર બે ઝડપાયા
હળવદ તાલુકાના માથક ગામની સીમમાંથી ઇલેક્ટ્રિક મોટરને કેબલ વાયરની ચોરીને અંજામ આપનાર બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ચોરીનો મુદામાલ રીકવર કર્યો છે
ગત તા. ૨૯ જુનના રાત્રીના નવેક વાગ્યા પહેલા માથક ગામની સીમમાં આવેલ વાડીએથી મોટરનો ઇલેક્ટ્રિક કેબલ આશરે ૭૧ મીટર જે એક મીટરની કીમત રૂ ૨૦૦ લેખે કુલ રૂ ૧૪,૨૦૦ નો મુદામાલ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ હતી જે બનાવ મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જેમાં શીરોઈ ગામના પાટિયા પાસેથી ગુનામાં સંડોવાયેલ ઇસમોને ઝડપી લીધા હતા હળવદ પોલીસે આરોપી માનસિંગ રાવજી બારીયા અને મિથુન રૂપજી બારીયા રહે બંને હાલ રણછોડગઢ ગામની સીમ, મૂળ રહે રાજસ્થાન વાળાને ઝડપી લઈને ચોરી થયેલ કેબલ વાયર ૭૧ મીટર કીમત રૂ ૧૪,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.