બાવાના સાલિયા ગામે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આગમન…
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને સરકારની વિભિન્ન જનસુખાકારી-લોકકલ્યાણકારી યોજનાઓથી જન-જનને વધુમાં વધુ અવગત કરવા અર્થે પ્રારંભાયેલ ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ અન્વયે મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના બાવાના સલિયા ગામે કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર સાહેબે આયોજીત ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ માં સૌ ગ્રામજનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો,દેશ અને રાજ્યને આત્મનિર્ભર બનાવવાના શપથ લીધા.આ અન્વયે પી.એમ.સ્વનિધિ યોજના, પી.એમ.વિશ્વકર્મા યોજના,આયુષ્યમાન કાર્ડ,ઝુંપડા વીજળીકરણ યોજના,પી.એમ.મુદ્રા લોન જેવી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો.ત્યારબાદ વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પણ તેમને મળેલ લાભ વિશે પ્રજાજનો ને માહિતગાર કર્યા.આ પ્રસંગે ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ,તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ ,તાલુકા મંડળ ના પ્રમુખશ્રી બળવંતભાઈ પટેલીયા , મહામંત્રી શ્રી ભરત ભાઈ પટેલ,તાલુકા વિકાસ અધિકારી જેમિનીબેન પટેલ, શાંતીકાકા,અરવિંદભાઈ, બિપીનભાઈ,સંજય ભાઈ, સંચિન ભાઈ શાહ,સહીત મોટીસંખ્યામાં, પાર્ટીના કાર્યકર્તાઓ, તેમજ ગ્રામજનો, હાજર રહ્યા હતા*
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીંસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.