સહીયારી ભેંસ ને જીવડા પડે ઠાંસા રોડ ના બેઠા કોઝવે ઉપર પુલ ની માંગણી વર્ષો થી અમરેલી જિલ્લા પંચાયત ના મા મ પેટા અને દામનગર પાલિકા તંત્ર એ લટકાવી રાખી ખુદ જિલ્લા પંચાયત અમરેલી ના જાહેર બાંધકામ ચેરમેન ની રજુઆત નું પણ સુરસૂરિયુ - At This Time

સહીયારી ભેંસ ને જીવડા પડે ઠાંસા રોડ ના બેઠા કોઝવે ઉપર પુલ ની માંગણી વર્ષો થી અમરેલી જિલ્લા પંચાયત ના મા મ પેટા અને દામનગર પાલિકા તંત્ર એ લટકાવી રાખી ખુદ જિલ્લા પંચાયત અમરેલી ના જાહેર બાંધકામ ચેરમેન ની રજુઆત નું પણ સુરસૂરિયુ


દામનગર શહેર થી ઠાંસા તરફ જતા અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન વિભાગ ના રસ્તા ઉપર દામનગર થી બહાર નીકળતા જ ઠાંસા તરફ જતા માર્ગ ઉપર બેઠા કોઝવે માં વરસાદ ના ચાલતા પાણી થી ત્રણ જિલ્લા ના ૨૦ જેટલા ગ્રામ્ય નો અવરજવર વહેવાર બંધ રહેવા પામે છે અમરેલી જિલ્લા પંચાયત ના તત્કાલીન પ્રમુખ હંસાબેન પીઢડિયા વખત થી સર્વે તપાસ નું નાટક ચાલ્યા જ કરે છે વર્ષો થી અમરેલી જિલ્લા પંચાયત ના માર્ગ મકાન હસ્તક ના આ માર્ગ ના બેઠા કોઝવે ઉપર પુલ બનાવવા ની માંગ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત અનેકો ગ્રામ્ય સરપંચો ની માંગણી ઓ છે વારંવાર તપાસ સર્વે નું નાટક કરાય છે પાલિકા ને નાહિત આ રસ્તા ના કોઝવે ઉપર પુલ બનાવવો એ વિકાસ નથી ? પ્રાથમિક સુવિધા માટે કેટલા વર્ષો આ વિસ્તાર ને ટટળાવશો ? અમરેલી જિલ્લા ના ઠાંસા મૂળિયાપાટ સુવાગઢ તેમજ બોટાદ જિલ્લા ના વિકળિયા હડમતીયા ઠોડા ભાવનગર જિલ્લા ના સરકડીયા ભૂતિયા લાખાવાડ માંડવી સહિત ત્રણ જિલ્લા ના ૨૦ જેટલા ગ્રામ્ય ઉપરાંત દામનગર શહેર ના ઠાંસા રોડ મફત પ્લોટ વિસ્તાર ના લોકો ની અવરજવર વરસાદ ના ચાલતા પાણી થી બંધ રહેવા પામે છે ગત તા.૨૪/૦૫/૨૨ ના રોજ ખુદ અમરેલી જિલ્લા પંચાયત જાહેર બાંધકામ સમિતિ ના ચેરમેન ગજેરા એ ૧/૧૦૪ નાયબ કાર્યપાલક ઈજનેર પંચાયત માર્ગ મકાન ને પત્ર પાઠવ્યો હતો દામનગર સહિત ત્રણ જિલ્લા ના અસંખ્ય ગ્રામ્ય વચ્ચે આ માર્ગ ના બેઠા કોઝવે ઉપર પુલ બનાવવો એ વિકાસ ન કહેવાય ? લાખો લોકો ની અવરજવર માટે સુગમતા એ જરૂરી નથી ? પ્રાથમિક સુવિધા માટે ટટળતા લોકો ને અમરેલી પંચાયત ના મામા નું તંત્ર ક્યાં સુધી લોકો ને મામા બનાવશે ? આ રસ્તો દામનગર નગર પાલિકા ને નાહિત થયો હોય  પાલિકા એ પુલ બનાવવાનો હોય પાલિકા બનાવે કે જિલ્લા પંચાયત બનાવે પુલ કોણ બનાવે તેના મહત્વ કરતા લાખો લોકો ની વરસાદ ના ચાલતા પાણી માં અવર જવર કરી શકે તેને મહત્વ આપવું જોઈ એ સહીયારી ભેંસ ને જીવડા પડે તે કહેવત જેમ આ રસ્તા નું રિપેરીગ કે કોઝવે ઉપર પુલ સમયસર બનશે ખરો ? 

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.