વિસાવદર આર્ય સમાજ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો
વિસાવદર આર્ય સમાજ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ યોજાયો. રાજકોટ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના સહકારથી યોજાતા નેત્ર યજ્ઞનું દીપ પ્રાગટ્ય કરતા શ્રી હિતેશભાઈ મુકુંદભાઈ ગાંઠણીએ કહ્યું કે વર્તમાન સમય મા સરકારશ્રીની જુદી જુદી યોજના ઓ અંતર્ગત તૅમજ ચેરીટી ટ્રસ્ટની હોસ્પિટલો દ્વારા લોકોની સુખાકારી માટે ઘણું જ કાર્ય થાય છે અને અત્યારની વાત કરીએ તો અહીં આર્ય સમાજ મંદિર દ્વારા ફેકો મશીનથી નેત્રમણી મૂકીને વિનામૂલ્યે ઓપરેશન થાય છે તે ઘણી જ પ્રશંસનીય કાર્ય છે પરંતુ હવે વિદેશોની જેમ જ આપણે પણ આપણી મુળ આયુર્વેદ યોગ પદ્ધતિ અપનાવીને રોગમુક્ત થવું જોઈએ અને તેના માટે આપણું દૈનિક જીવન આહારવિહાર અને વ્યાયામને ધ્યાનમાં રાખીને ફરી સ્વસ્થ આરોગ્યપ્રદ જીવન જીવીએ એ જ અભ્યર્થના સહ સૌને જય જિનેન્દ્ર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત સુરત સ્થિત ધબકાર દૈનિક ના માલિક શ્રી સુરેશભાઈ મનાણીઍ કહ્યું કે આરોગ્ય એ પર્યાવરણની સાથે જોડાયેલ અંગ છે અને અત્યારે ગ્લોબલ વોર્મિંગ ના ભય નીચે આપણે જીવી રહ્યા છીએ માટે આરોગ્ય માટે આપણે સહુ વન અને પર્યાવરણના જતન માટે આપણા અંગત સ્નેહીની સ્મૃતિમાં ઝાડ ઉગાડીએ અને જતન કરીને ઉછેર કરીએ તે પણ આરોગ્ય લક્ષી સેવા નું જ કાર્ય છે , આ કેમ્પમાં અન્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત શ્રી મણીભાઈ રીબડીયા પ્રેમપરા , જેરામભાઈ સંઘાણી પ્રેમપરા , હંસરાજભાઈ રામાણી , ડોક્ટર જગદીશભાઈ નિમાવત , વેલજી બાપા ભુતડી , મુકેશભાઈ લાખાણી , વિજયભાઈ ભુવા , સતિષભાઈ સાકરીયા ,સોસાભાઇ તેમજ હાર્દિકભાઈ વિઠલાણી હાજર રહી દીપ પ્રાગટ્ય કરેલ હતું કેમ્પનું સફળ સંચાલન જીતુ પરી ભોલેનાથે કર્યું હતુ આ કેમ્પમાં કુલ ૨૨૫ દર્દીઓની ઓ.પી.ડી. થયેલ અને ૮૪ દર્દીઓનેમોતિયાના ઓપરેશન ફેકો મશીનથી કરી આપવામાં આવેલ હતા, તેમજ દરેક દર્દીઓને લઈ જવા પરત મૂકી જવા દવા કાળા ચશ્મા ભોજન અને ફૉલોઅપની પણ સેવા આપવામાં આવેલ હતી આ કેમ્પનૅ સફળ બનાવવા માટે સમજુભાઈ વેકરીયા ,કાળુભાઈ જનકાતછગનભાઈ માલવીયા નિરજ અગ્રાવત કાંગસિયા વગેરે ઍ જેહમત ઉઠાવેલ હતી આભાર વિધિ કંચનબેન રીબડીયા એ કરેલ હતી તેમ સી વી ચૌહાણ સાહેબની યાદી જણાવે છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.