રાજકોટ કલેક્ટર કચેરી કાલે ગુરુવારે દાઉદી વ્હોરા સમાજ ગજાવશે:વેબ સિરીઝમાં વિરોધમાં આવેદનપત્ર પાઠવશે - At This Time

રાજકોટ કલેક્ટર કચેરી કાલે ગુરુવારે દાઉદી વ્હોરા સમાજ ગજાવશે:વેબ સિરીઝમાં વિરોધમાં આવેદનપત્ર પાઠવશે


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તાજેતરમા નેટફ્લિક્સ પર શી નામની વેબસિરીઝ પ્રસારિત થઈ જેમાં દાઉદી વ્હોરા સમાજના સભ્યોને હલકાં ચિતરવામાં આવતાં ધર્મભિરું ગણાતી દાઉદી વ્હોરા કોમમાં હાહાકાર મચી જવા પામેલ છે. દેશના દરેક સમાજમાં દુધમાં સાકરની જેમ ભળી જતાં દાઉદી વ્હોરા સમાજના સભ્યોને આ વેબ સિરીઝમાં અનોખી રીતે પેશ કરતાં સમાજના મોભીઓમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે જો કે આ વેબ સિરીઝનો પ્રથમ વિરોધ રાજકોટમાં છેવાડાના ગરીબ માનવી સુધી પહોંચી સેવાની ધૂણી ધખાવીને કામ કરતી બીઇંગ યુનાઈટેડ એનજીઓ સંસ્થા દ્વારા કરવામાં આવતા તેમને દેશ વિદેશમાંથી વ્હોરા સમાજના લોકોનું પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે રાજકોટની આ સંસ્થાએ આવતીકાલે ગુરુવારે આ વેબસિરીઝ બંધ થાય એ બનાવનાર સામે આકરા શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તે માટે તે માટે રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ રાખેલ છે જેમાં પોતાના ધંધા રોજગાર છોડી હજજારો દાઉદી વ્હોરા બિરાદરો ઉમટી પડી આ વેબ સીરીઝનો ઉગ્ર વિરોધ કરશે આ અંગે બીઇંગ યુનાઈટેડ એનજીઓના પ્રમુખ ઇબ્રાહિમભાઈ સોની એ જણાવ્યું હતું કે અમોએ પ્રથમ આ વેબ સિરીઝનો જબરજસ્ત વિરોધ કર્યો એનું મુખ્ય કારણ એ હતું કે શી નામની વેબ સિરીઝમાં જે દ્રશ્યો અને સવાંદથી દાઉદી વ્હોરા સમાજની જે લાગણી દુભાઈ છે એને આવનારી પેઢીઓ પણ ભુલી નહી શકે ઇબ્રાહિમભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં નેટ ફ્લિક્સ પરથી આ વેબ સિરીઝ હટવી જ જોઈએ એટલે અમો કાયદાનો સહકાર લઈ કાલે ગુરુવારે રાજકોટ જીલ્લા સેવા સદન ખાતે કલેકટરને એક વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવશે જે અંગે અમારો મેસેજ વિવિધ માધ્યમો દ્વારા પ્રત્યેક વ્હોરા બિરાદરો સુઘી પહોંચાડી દીધો છે તેથી તેઓ કોમી પોશાકમાં બહોળી સંખ્યામાં આવેદનપત્રમાં સાથે રહેશે.
રીપોર્ટ: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.