લીંબડી થી પાણશીણા હાઇવે પાસે રૂ.૪.૮૦ લાખનો દારૂ અને બિયર ઝડપાયો - At This Time

લીંબડી થી પાણશીણા હાઇવે પાસે રૂ.૪.૮૦ લાખનો દારૂ અને બિયર ઝડપાયો


લીંબડી થી પાણશીણા હાઇવે પાસે રૂ.૪.૮૦ લાખનો દારૂ અને બિયર ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ-રાજકોટ હાઈવે પર પાણશીણાના પાટિયા પાસેથી ટ્રેલર ટ્રકમાં સફેદ પાવડરની આડમાં લઈ જવાતો ૪૩૫૬ વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે ટ્રક ચાલક ઝડપાયો હતો જ્યારે કલીનર નાસી છુટયો હતો. પોલીસે વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો મોબાઈલ ફોન તથા ટ્રક મળીને કુલ રૂપિયા ૧૯.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે પાણશીણા પોલીસે થર્ટી ફર્સ્ટનને લઈને પાણશીણાના પાટિયા પાસે ચેકિંગ હાથ ધર્યું હતું. જ્યારે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના બગોદરાથી લીંબડી તરફ આવતા ટ્રેલર ટ્રકને અટકાવ્યો હતો. પોલીસે ટ્રક અટકાવતા ક્લીનર નાપાણશીણાનાસી છૂટ્યો હતો જ્યારે ડ્રાઇવર ઝડપાઈ ગયા હતો. પોલીસે ટ્રકના પાછળના ભાગે ચેકીંગ કરતાં તેમા સફેદ પાવડરની બોરીની આડમાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી વધુ તપાસ પાણશીણા પોલીસ ચલાવી રહ્યા છે


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.