રાજ ની આબરૂ બચાવે તેવી રૈયત એટલે પટેલ જેરામ જોગણી ની હૂંડી (જોગાણીના કેરાળા) - At This Time

રાજ ની આબરૂ બચાવે તેવી રૈયત એટલે પટેલ જેરામ જોગણી ની હૂંડી (જોગાણીના કેરાળા)


રાજ ની આબરૂ બચાવે તેવી રૈયત એટલે પટેલ જેરામ જોગણી ની હૂંડી (જોગાણીના કેરાળા)
ઉમરેઠથી જસો પટેલ આંસોદર ઉતર્યા તેને બે દીકરા હતા મેઘજી અને જોગો મેઘજી પટેલનો વિસ્તાર મેઘાણી અને જોગા પટેલનો વિસ્તાર જોગાણી કહેવાયા જોગાણી કુટુંબનો વિસ્તાર વધ્યો અને આ કુટુંબ પુજાપાદર, લાલાવદર, અમરેલી, ખારી ખીજડીયા થઈ કુંકાવાવ આવ્યું. તે વખતે કેરાળા નો ટીંબો સાવજ તેડાવવાથી લખમણ પટેલ કેરાળા આવીને રહ્યા આ ટીંબો પાછળથી સાવજ પોતાના ભાણેજને સોંપ્યો અને પોતે આંબે ગયા. કુંકાવાવથી કાના દવે તથા તેના દીકરા વાલા દવેને ગાડામાં સાથે લાવ્યા હતા તેનો વિસ્તાર પણ અત્યારે કેરાળામાં છે.
જોગાણી કુટુંબમાં જેરામ પટેલ કર્મી પુરૂષ થયા. દરબાર શ્રી રાણીંગ વાળા સાથે પટેલને સારો સંબંધ હતો. સંઘ લઈને દરબાર કાશીની જાત્રાએ ગયા ત્યાં ચાર માસ સુધી રોકાયા અને મોટો ખેંચ કરી પાછા આવવા નીકળ્યા માર્ગ માં ખર્ચી ખુટી અને જેતપુર તો આઘે રહ્યું, એટલે દાગીનાઓ લઈ કારભારી પાસેના શહેરમાં વેચવા ગયા. ઝવેરીએ દાગીના જોઈ કહ્યું કે આ દાગીના કોઈ રાજ્યના છે માટે પાછા લઈ જાવ તમારી અપકીર્તિ થશે અને તમે હુંડી લખી આપો તો સ્વીકારીશુ ઉપર મુજબ જવાબ મળવાથી કારભારીએ આવી દરબારશ્રીને એ હકીકત જણાવી. તુરત જ અમરેલી ની શવજી લાલા દેસાઈ ઉપર હુંડી રૂ. ૬ હજારની લખી આપી અને રૂપિયા ઉપાડયા. શવજી લાલા દેસાઈ એ હુંડી આવતાં જ કેરાળે થી જેરામ પટેલને બોલાવ્યા અને જણાવ્યું કે રૂપિયા ૬ હજાર ભરી જાવ તો હુંડી સ્વીકારું નહિ તો પાછી મોકલાવીશ તો તમારા દરબારની આબરૂ જશે પટેલે જવાબ દીધો. મારી પાસે જે કંઈ છે તે મારા રાજાના પ્રતાપે જ મળેલું છે માટે રૂપિયા રોકડા આપું છું તમો હુંડી સ્વીકારી લ્યો આવી અવિચળ રાજ ભક્તિ તુરત જ હુંડી ના પટેલે રોકડા રૂપિયા ગણી દીધા.દરબારશ્રીએ પોતાના પટેલે રૂપિયા ભરીને પોતાની આબરૂ રાખી છે એમ સાંભળ્યું ત્યારે બહુ જ ખુશી થયાં અને જેતપુર ન જતા સીધા કેરાળે આવ્યા. ગંગાજળની ગાગર ખોલી પટેલને મોટા ત્રાંસમાં બેસાડી જાતે ગંગા જળથી સ્નાન કરાવ્યું. ગંગાજળ ભરેલો ત્રાંબાનો ત્રાસ જ્યાં પડ્યો હતો ત્યાં વાછડી તથા વાછડો બાંધ્યા હતા તે છૂટી ગયા અને ગંગાજળ પી ગયા. દરબારશ્રીએ આ બનાવ જોયો અને પટેલને જણાવ્યું, પટેલ ગંગાજળ વાછડો વાછડી પી ગયાં છે માટે હવે બંને ગાયોનું દાન કરી દો તુરત જ વાછડાને આંકવામાં આવ્યો. વાછડી તથા બંને ગાયને દાન તરીકે આપી દેવામાં આવ્યાં. આવો સંબંધ પટેલને પોતાના દરબાર સાથે હતો.વેલુ આઈ ચારણે સાવજ પાસે રૂપિયા મૂકયા હતા.પણ સાવજ તો આંબે રહેવા ગયેલ એટલે કોઈએ જવાબ આપ્યો નહિ તેથી વેલુ આઈ ગામના પાદરમાં સતી થયા તેની દેરી હજુ છે જેરામ પટેલે કુઈને અવેડો બંધાવ્યા છે કાકા ભત્રીજાની તકરારમાં વિરપુરનો ટીંબો વસ્યો. અત્યારે જોગાણી કુટુંબ સુખી છે અને મીઠાભાઈ પટેલ છે આવી ઉદાર રૈયત થી રાજવી એ ખૂબ ખુશી થઈ રાજ ની આબરૂ બચાવતી રૈયત થી પ્રભાવિત થઈ જોગણી પ્રત્યે ભારે આદર સત્કાર કરાયો નરસિંહ મહેતા ની હૂંડી જેમ જોગણી ની હૂંડી પણ ઇતિહાસ માં અમર કીર્તિ નું ગાન કરી રહી છે રાજ ભક્તિ માટે વફાદાર રૈયત તરીકે આવા અસંખ્ય જ્ઞાતિ રત્નો દૂધ જેવો ઉજળો ઇતિહાસ રચી ગયા છે વ્યક્તિ આગળ સ્વ ભલે લાગી દૈહિક રૂપે સદેહ ભલે આપણી વચ્ચે ન હોય પણ તેના કર્મો જ તેને અમર બનાવી દેતા હોય છે જોગાણી એ હૂંડી ભરી રાજ નો રુવાબ રાખ્યો રૈયત અને રાજ બંને ને અમર બનાવતી વ્યવસ્થા ને ખરેખર મનવંદન

સૌજન્ય સૌરાષ્ટ્ર લેઉવા પટેલ ઇતિહાસ
સંપાદક નટવરલાલ જે ભાતિયા દામનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.