પ્રાચી તીર્થ ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું…
આજ રોજ વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત પ્રાંસલી જિલ્લા પંચાયત હેઠળ આવતા ગામોમાં રથનું આયોજન પ્રાંચી (તીર્થ) માં કરવામાં આવેલ છે આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવાણા સર,જિલ્લા પંચાયત સદસ્ય અને બાયોડાયવર્સીટી સમિતિના ચેરમેન રાજવીરસિંહ ઝાલા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ, સુત્રાપાડા તાલુકા ના ટી.ડી.ઓ.પરમાર સાહેબ,પૂર્વ જી.પંચાયત સભ્ય ધીરુભાઈ સોલંકી, સુત્રાપાડા ભાજપ પ્રમુખ ભગવાનભાઇ બારડ, ઘંટીયા-પ્રાંચી સરપંચ ભરતભાઇ પરમાર, ખાંભા ગામના સરપંચ સંજયભાઇ ડોડીયા, રંગપુર ગામના સરપંચ સોમાભાઇ તથા ઘંટીયા-પ્રાચીના યુવા કાર્યકર ધર્મેશ પરમાર,હિરેનભાઈ પંડ્યા તેમજ આજુબાજુ ગામના આગેવાનો અને અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાંસલી જિલ્લા પંચાયતની 14 ગામોમા થયું વંદે ગુજરાત વિકાસયાત્રાનું આગમન થયું છે વંદે ગુજરાત વિકાસયાત્રાના 16માં દિવસે ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાંસલી જિલ્લા પંચાયતની 14 ગામોમા થયું વંદે ગુજરાત વિકાસયાત્રાનું આગમન તમામ ગામમાં વિકાસયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય અર્પણ કરવાની સાથે જ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતાં આ પ્રસંગે ઉપસ્થિત મહાનોભાવો દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, વૃદ્ધ સહાય યોજના, આયુષ્માન કાર્ડ યોજના, વિધવા સહાય યોજના, ખેતીવાડી વીજ કનેક્શન વગેરેના લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું નોંધનીય છે કે, ૨૦વર્ષનો વિશ્વાસ અને ૨૦ વર્ષનો વિકાસ એટલે વંદે ગુજરાત ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસરૂપે વિકાસયાત્રાનું આયોજન કરાયું છે આ વિકાસયાત્રામાં ગ્રામજનોએ ગુજરાતના વિકાસની ૨૦વર્ષની અમૂલ્ય સફરને નિહાળી હતી અને વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ યોજનાઓ વિશેની માહિતી પણ મેળવી હતી આ કાર્યક્રમની આભાર વિધિ ઘંટીયા-પ્રાચીના યુવા કાર્યકર ધર્મેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ હતી...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.