સરકાર માં પ્રતિનિધિત્વ કરતા નેતા નો ટ્રેડ રેકોર્ડ ભરોસા પાત્ર ખરો ? ધારાસભ્ય તળાવીયા એ સૌની ઓના મુદ્દે જનતા ને ગેરમાર્ગે દોરવા ની શુ પડી જરૂર ? એ પણ ચૂંટાયા બાદ - At This Time

સરકાર માં પ્રતિનિધિત્વ કરતા નેતા નો ટ્રેડ રેકોર્ડ ભરોસા પાત્ર ખરો ? ધારાસભ્ય તળાવીયા એ સૌની ઓના મુદ્દે જનતા ને ગેરમાર્ગે દોરવા ની શુ પડી જરૂર ? એ પણ ચૂંટાયા બાદ


સરકાર માં પ્રતિનિધિત્વ કરતા નેતા નો ટ્રેડ રેકોર્ડ ભરોસા પાત્ર ખરો ?
ધારાસભ્ય તળાવીયા એ સૌની યોજના મુદ્દે જનતા ને ગેરમાર્ગે દોરવા ની શુ પડી જરૂર ? એ પણ ચૂંટાયા બાદ

દામનગર લાઠી તાલુકા નું સરકાર માં પ્રતિનિધિત્વ કરતા નેતા નો ટ્રેડ રેકોર્ડ ભરોસા પાત્ર ખરો ? ૧૪ માસ પહેલા ૦૭ ઓગસ્ટે રાજ્ય ના પાણી પુરવઠા મંત્રી ને પત્ર લખી સૌની યોજના હેઠળ દામનગર નો સમાવેશ કરવાની રજૂઆત સંદર્ભ માં પાણી પુરવઠા મંત્રી એ બાવળિયા એ ગત ૦૮ ઓગસ્ટ ૨૦૨૩ જનપ્રતિનિધિ તળાવીયા નાં પત્ર ને સામેલ રાખી કાર્યપાલક ઇજનેર ને ભલામણ સાથે સબંધ કરતા વિભાગ ને ફોરવર્ડ કર્યો તેમાં મંજુરી મળી ગયા નું રટણ કેટલું વ્યાજબી ? દામનગર ની જનતા સામે ખોટો ગબ્બારો મારવા ની શુ જરૂર ? યુવા આર્મી ના પ્રમુખ મહેશ નારોલા નો સણસણતો સવાલ દામનગર શહેર ના વિવિધ જળાશયો ની સૌની યોજના થી ભરવા આજ થી ૧૪ માસ પહેલા માંગણી કરી એટલે શું મંજૂરી મળી ગઈ ? પ્રત્યનો કરાય તેમાં ના નહિ પણ વારંવાર દરેક સામાજિક ધાર્મિક ખાનગી મેળાવડા માં જાહેર મંચ ઉપર થી મંજૂરી મળી ગયા નું ગાય વગાડી ખોટી વાહવાહી મેળવવા નું કારણ શું ? દામનગર શહેર ના કુંભનાથ તળાવ ને સૌની યોજના થી ભરવા ની મંજૂરી મળી હોવા ની ટેલિફોનિક વાતચીત માં એક સપ્તાહ પહેલા એકરાર કરી સ્પષ્ટતા કરતા ધારાસભ્ય એ હકીકત દર્શાવવા માં શું વાંધો ? ધારાસભ્ય દરજ્જા ના નેતા ખોટું બોલે એ કેટલું વ્યાજબી ? આમાં પ્રજા એ ભરોસો કરવો કોના ઉપર ? વિચારવા જેવું ખરું મત મેળવવા હથેળી માં ચાંદ બતાવવા ઘણા નેતા ઓને ટેવ હોય પણ જીત્યા બાદ પણ હથેળી માં ચાંદ બનાબતા નેતા એ ખોટું બોલવાનું ? જનતા ને ઉલ્લુ બનાવવાની ? દામનગર ને સૌની યોજના હેઠળ મંજૂરી મળી નથી તેમ છતાં ખાનગી પ્રસંગો કાર્યક્રમો માં મહેમાન બની આવતા જન પ્રતિનિધિ એ આવા ગબ્બરા ન મારવા જોઈ એ ખોટું બોલવાથી કોઈ જીવ બચે તેમ હોય તો સમજી વિચારી ને સ્થળ સમય સંજોગ પ્રમાણે ખોટું બોલવું જોઈ એ જાહેર જીવન ની વ્યક્તિ એ સમગ્ર વિસ્તાર ની જનતા ને ગરમાર્ગે દોરવાની શું જરૂર પડી ? સૌની યોજના માં દામનગર શહેર નાં જાહેર જળાશયો ભરવાની માંગ કરતો પત્ર લખવાનો માત્ર ધારાસભ્ય ને જ પરવાનો છે ? આમ સામાન્ય નાગરિક સામાજિક સ્વૈચ્છિક કે ધાર્મિક સંસ્થા ઓ સરકાર માં માંગ ન કરી શકે ? આવા અનેક સવાલ કરતા યુવા આર્મી નાં પ્રમુખ મહેશ નારોલા ના સણસણતા સવાલો નેતા કરે તો લીલાં ? જનતા ને જાણવા નો રજુઆત કરવાનો હક્ક વળી કેદી બંધ થયો ? સમગ્ર દામનગર ની પ્રજા ને
ગેરમાર્ગે દોરી સોની યોજના ની મંજૂરી મળી હોવા નો ગબ્બારો ફૂટ્યો વર્ષ ૨૦૨૩ માં ૧૪ માસ પહેલા માંગણી અંગે સતાવાર હુકમ વગર જાહેર મંચ ઉપર થી વારંવાર મંજુરી મળ્યા ની વાતો કરતા નેતા ઓનું સરકાર માં કોઈ સાંભળતું નથી એ સ્પષ્ટ પણે પુરવાર થયું દામનગર ની આમ જનતા એ ધારાસભ્ય નાં ભરોસે ન રહવું પોત પોતા ની વિવિધ માંગણી જાતે કરતી રહેવી સરકારી કચેરી ઓમા કાગળ નાં ધોડા ચાલે તેમ યુવા આર્મી નાં પ્રમુખ મહેશ નારોલા એ જણાવ્યું હતું દામનગર શહેર ના વિવિધ જાહેર જળાશયો ને સૌની યોજના હેઠળ મંજૂરી મળી હોય તો સિદ્ધાંત કે વહીવટી મંજૂરી મળી હોય તો એસ્ટીમેન્ટ ગ્રાન્ટ સ્ટેન્ડરીગ પ્રક્રિયા સરકારી કચેરી ઓમાં શરૂ હોય ને ? ૧૪ માસ પહેલા રૂપાળા લેયરપેડ ઉપર રજુઆત કરવા માત્ર થી મંજૂરી મળી ગયા નો ગબ્બારો ફૂટ્યો અને જન પ્રતિનિધિ નું જૂઠું પકડાય ગયું સોશ્યલ મીડિયા ના યુગ માં દરેક જગ્યા એ જોઈ વિચારી બોલવું જોઈ એ દરેકે દરેક વિસ્તાર માં રેડીમેન્ટ કપડાં ની જેમ વાત બદલી લેતા નેતા ઓ માટે શ્રોભ માં મુકવા જેવું બની શકે છે દામનગર ના જાહેર જળાશયો ને સૌની યોજના હેઠળ ભરવા ની મંજૂરી મળી હોય તો હુકમ સાથે જાહેર કરો ગૌરવ ની વાત છે છુપાવાવા શુ જરૂર

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.