ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ ફરિયાદ, કોંગ્રેસ નેતાનું અપહરણ કરી માર માર્યો - At This Time

ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા વિરુદ્ધ ફરિયાદ, કોંગ્રેસ નેતાનું અપહરણ કરી માર માર્યો


ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની દાદાગીરીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ગણેશ જાડેજાએ કોંગ્રેસના એક નેતાનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો છે. સમગ્ર મામલે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી હેઠળ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. હાલ કોંગ્રેસના નેતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે હોવાનું બહાર આવ્યું છે.બનાવ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના દાદર રોડ પર સંજય રાજુભાઈ સોલંકી (ઉંમર ૨૬) રહે છે. સંજય સોલંકી કોરિયોગ્રાફી કરે છે અને કોંગ્રેસયુવા પાંખ ગજ્બઈ સાથે પણ સંકળાયેલા છે. જૂનાગઢમાં રાત્રે તેઓ તેમના પુત્ર સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજીક અચાનક જ એક ફોર વ્હીલર ખૂબ જ જોખમી રીતે રોકવામાં આવી હતી. જેથી સંજયભાઈ ગભરાયા હતા અને કાર સરખી રીતે ચલાવવા જણાવ્યું હતું.સંજયભાઈ દ્વારા કાર સરખી રીતે ચલાવવાનું કહેતા કારમાં સવાર લોકો ઉશ્કેરાય ગયા હતા અને સજંયભાઈનું અપહરણ કરી કારમાં લઇ ગયા હતા અને ઢોર માર માર્યો હતો. બાદમાં ભેસાણ ચોકડી પાસે છોડી દીધા હતા. ઈજાગ્રસ્ત સંજયભાઈને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેમણે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ગણેશ જાડેજા સહિત ૧૦ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ઘરી છે.ઇજાગ્રસ્તના પિતાએ જણાવ્યું છેકે, મારો છોકરો અને છોકરાનો છોકરો કાળવા ચોકડીથી ઘર બાજુ આવી રહ્યાં હતા, ત્યારે આ લોકો ત્યાંથી કાર લઈને નીકળ્યા હતા. એ સમયે મારા છોકરાએ કાર ધીમે
ચલાવવાનું કહેતા બોલાચાલી થઈ હતી. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને તેના માણસો ત્રણ કારમાં આવ્યા હતા અને અપહરણ કરી લઇ ગણેશગઢ લઇ ગયા હતા. મારા
પુત્રને નગ્ન અવસ્થામાં માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માર મારીને જૂનાગઢની ભેસાણ ચોકડી પાસે મુકી ગયા હતા. આ બનાવ અંગે જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા સહિત ૧૦ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image