વિસાવદર ભેસાણ ના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા દ્વારા મન્જુર કરાવેલ 60કામો સત્વરે ચાલુ કરાવવા રજુવાત
વિસાવદર ભેસાણના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા દ્વારા મંજુર કરાવેલા ૬૦ કામો સત્વરે ચાલુ કરવા રજુઆતરૂપિયા ૧૫૪ કરોડ ૮૮ લાખ ૭૯ હજારના કામો તાત્કાલિક કરો:રિબડીયાવિસાવદરતા. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા દ્વારા તેમના ધારાસભ્ય કાળ દરમ્યાન સૌથી વધુ રોડ રસ્તા, નાળા,પુલિયાના કામો મંજુર કરાવેલ હતા તે કામો છેલ્લાં ઘણા સમયથી ચાલુ થયેલા ન હોય આ બાબતે કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન પંચાયત વિભાગ તેમજ માર્ગ મકાન સ્ટેટ વિભાગ જુનાગઢને લેખિતમાં રજુઆત કરી આ કામો તાત્કાલિક ચાલુ કરવા માંગણી કરેલ છે તેમના પત્રમાં જણાવેલ છે કે,૮૭-વિસાવદર વિધાનસભા વિસ્તાર ના માર્ગ મકાન પંચાયત વિભાગ તેમજ માર્ગ મકાન સ્ટેટ વિભાગ હસ્તકના જે રસ્તાઓ ડામર કામ નાલા પુલીયા મેજર બ્રિજ તેમજ કાચા માંથી ડામર રોડ ગુજરાત રાજ્યની ભાજપ સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે ખુબજ મોટી રકમના લોક ઉપયોગી જાહેર માર્ગોના કામો મારા ધારાસભ્ય તરીકે ના કાર્યકાળ દરમિયાન મંજુર કરેલા તે બદલ હું રાજ્યની ભાજપ સરકારનો હ્ર્દયથી આભાર માનુછુ પણ માર્ગ મકાન વિભાગ ની ઢીલી નીતિને કારણે આ રસ્તાના કામ એક વર્ષ કે બે વર્ષ પહેલા મંજૂર થયેલા કામો ક્યાંક કામ અધૂરા છે ઘણામાં ડામર કામ બાકી છે તે પૈકી મંજુર થયેલા મોટા ભાગના કામો ચાલુ જ નથી થયા આ કામો મંજૂર કરવા માટે ખૂબ જ મહેનત પડતી હોય છે કામની દરખાસ્ત થી લઈને મંજુર થાય ત્યાં સુધી અવારનવાર ગાંધીનગર લેખિત તેમજ મોખિક રજૂઆત કરવા જવી પડે છે ત્યારે આ કામો મંજુર થતા હોય છે પણ ડિપાર્ટમેન્ટની ઢીલી નીતિ કે કોન્ટ્રાક્ટરોની અવળાઈ ને કારણે ઘણા સમયથી મંજૂર થયેલા રોડ રસ્તા ના કામો અધૂરા છે કે ચાલુ થતા નથી જેથી વાહન ચાલકો ખુબજ હેરાન પરેશાન થાય છે અમો ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન ગામડાઓ ની મુલાકાત વખતે ખૂબ જ રજૂઆતો મળતી કે આ રોડ મંજૂર કરાવો આ પુલ મંજૂર કરાવો આવી અનેક રજૂઆતો ને અંતે અમો લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે સતત પ્રયત્નો કરી ને આ રસ્તાઓ ના કામ મંજૂર કરાવ્યા છે ને ફોરેસ્ટ વિભાગની મંજૂરી થી લઈને મહા મહેનત કર્યાના અંતે પણ એક થી બે વર્ષ થવા છતાં હજી ઘણા કામ ચાલુ જ નથી થયા અને ઘણા કામ અધૂરા છે તો સરકારના નિયમ મુજબ ૧૫ જૂન પછી ડામરના કામ થઈ શકે નહીં તો ચોમાસા દરમિયાન ઉપરોક્ત તૂટેલા કે ખાડા ખબડા વાળા કમર તોડ રોડ ઉપરથી લોકોએ પસાર થવામાં ખૂબ જમુશ્કેલીનો સામનો કરવો પડશે જેથી લોકોને હેરાન પરેશાન થતા બચાવવા માટે રજુઆત કરેલ છે તેમજ વધુમાં જણાવેલ છે કે,હજી 15 જૂનને સવા મહિનો બાકી છે તો આ સમય દરમિયાન તાત્કાલિક જે તે કોન્ટ્રાક્ટરોને આદેશ આપી ને આ અધૂરા ડામર કામ તાત્કાલિક પૂર્ણ કરાવવા ને નાલા પુલીયા બ્રિજ તેમજ સુવિધાપંથ ના સીસી રોડ નું કામ ચોમાસા દરમિયાન થઈ શકે તો આવા કામો પણ તાત્કાલિક ચાલુ કરાવવા મારી ખાસ ભલામણ છે
મંજૂર થયેલા નીચે મુજબના કામો જે અધુરાછે તેમજ સંપૂર્ણ કામ બાકિછે તે માર્ગ મકાન સ્ટેટ વિભાગ જુનાગઢ હસ્તકના કામોમાં ભેસાણ પરબ વાવડી રોડ રકમ ૪૧૦૦ લાખ,ખડીયા બીલખા માણેકવાડા રોડ રકમ ૨૪૦૦,૪૫ લાખ, વિસાવદર ભલગામ બગસરા રોડ રકમ ૮૦૦, ૬૦ લાખના કામો બાકી છે તથા માર્ગ મકાન વિભાગ પંચાયત હસ્તકના નીચે મુજબના ૫૭ કામો બાકી છે જેમાં બેલા બાદલપુર રોડ ને ઓજતનો બ્રિજ રકમ 380 લાખ, કાથરોટા ડેરવાણ રોડ રકમ 250 લાખ, સેમરાળા જાંબાળા રોડ જાંબાળા ગામમાં સીસી રોડ રકમ 30 લાખ,બગડુ ગામે દીપડા દરવાજા સીસી રોડ રકમ 30 લાખ, રતાંગ લીમધ્રા રોડ રતાંગ ગામે સીસી રોડ રકમ 75 લાખ ,કાલસારી રાજપરા રોડ કાલસારી ગામમાં સીસી રોડ રકમ 40 લાખ ,પરબવાવડી ચુડા રોડ રકમ 431 લાખ,ચુડા ઢોળવા રોડ રકમ 70 લાખ રૂપિયા,રાણપુર છોડવડી રોડ રકમ 207 લાખ રૂપિયા,સુખપુર પાટિયા થીબાવા પીપળીયા રોડ રકમ 230 લાખ રૂપિયા
,જૂની ચાવંડ લેરીયા સુખપુર રોડ રકમ 255 લાખ,જાંબુડી રામપરા રોડ રકમ 50 લાખ
(13) શોભાવડલા ગીર એપ્રોચ રોડ રકમ 35 લાખ,દુધાળા મુનિ આશ્રમ રોડ રકમ 210 લાખ,અંબાળા જેતલવડ રોડ રકમ 210 લાખ,પરબ વાવડી એપ્રોચ સીસી રોડ રકમ 41.50 લાખ,બીલખા મંડલીકપુર રોડ રકમ 125 લાખ,જામકા ઇટાળી રોડ રકમ 150 લાખ,ચોરવાડી રામેશ્વર રોડ રકમ 260 લાખ, ભેસાણ આંબાવાડીમાં ઉબેણ નદી ઉપર બ્રિજ રકમ 45 લાખ,બીલખા ઉમરાળા રોડ પર બ્રિજનું કામ રકમ 40 લાખ, વિજાપુર પાતાપુર રોડ રકમ 260 લાખ, સોડવદર પ્લાસવા રોડ રકમ 220 લાખ, પાદરીયા હાઇવે થી વિજાપુર રોડ રકમ 62 લાખ,દયાનાથ ધામ થી પાદરીયા રોડ રકમ 66 લાખ,ખજુરી હડમતીયા સાકરો ળા રોડ સાકરો ળા ગામમાં સીસી રોડ રકમ 64 લાખ, મુંડીયારાવણી સોઢાપરા રોડ રાવણી ગામમાં સીસી રોડ રકમ 20 લાખ,ભલગામ રફાળા રોડ રકમ 300 લાખ,રતાંગ મીયાવડલા રોડ રકમ 150 લાખ,સુખપુર દેસાઈ વડાળા રોડ રકમ 65 લાખ,આણંદપુર મેવાસા રોડ પર પુલનું કામ રકમ 15 લાખ,રાણપુર ખંભાળિયા રોડ પર પુલનું કામ 20 લાખ,સુખપુર પાટિયા થી કરિયા રોડ ધા બી નું કામ 15 લાખ, ચણાકા રફાળીયા રોડ પર પુલનું કામ રકમ 45 લાખ,ગળથ ધોળવા રોડ ગળથ ગામે પુલનું કામ રકમ 20 લાખ,વિસળ હડમતીયા ઇસાપુર રોડ પુલનું કામ રકમ 15 લાખ,મોરવાડા હળિયાદ રોડ પુલનું કામ રકમ ₹15 લાખ,ઘોડાસણ કડાયા રોડ પુલનું કામ રકમ 20 લાખ, ઢેબર છેલણકા રોડ બ્રિજનું કામ રકમ 70 લાખ, મહુડા મહુડી છેલણકા રોડ બ્રિજનું કામ રકમ 80 લાખ,જેતલવડ ઘોડાસણ રોડ પુલનું કામ રકમ 20 લાખ,કાલસારી ગોવિંદપરા વાયા ગધાવાવ રોડ પુલનું કામ રકમ 20 લાખ,વેકરીયા કાથરોટા રોડ ફૂલનું કામ રકમ 10 લાખ,સુડાવડ ભટવાવડી રોડ રકમ 220 લાખ,ઈશ્વરીયા ગીર ખાંભા રોડ રકમ 145 લાખલીલીયા જાંબાળા રોડ રકમ 130 લાખ,ધ્રાફડ ડેમથી સરસઈ રોડ રકમ 40 લાખ,લુંઘીયા વટવાવડી રોડ રકમ 241 લાખ,
રાવણી ભૂતડી પાટીયા રોડ રકમ 125 લાખ,
વિસાવદર ભૂતડી રોડ રકમ 125 લાખ,નાની મોણપરી ઘંટીયાણ રોડ રકમ 61,50 લાખ, કેરાળા વડાલ રોડ પહોળો કરવાનું કામ રકમ 614,93 લાખ, પીરવડ નાની પીંડા ખાય રોડ રકમ 576,59 લાખ,
ભલગામ ઘોડાસણ રોડ પહોળો કરવાનું કામ રકમ 538,22 લાખ,
મોણીયા સરસઈ રોડ પર ધ્રાફડ નદી પર બ્રિજ નું કામ રકમ 550 લાખ,
વિસાવદર કનકાઈ રોડ પર આવેલ નદીના પુલનું કામ રકમ 40 લાખ,
કરીયા મેંદપરા રોડ રકમ 44 લાખઉપરોક્ત ૩ કામ માર્ગ મકાન સ્ટેટ વિભાગનાને 57 કામ માર્ગ મકાન પંચાયત વિભાગના એમ મળી કુલ 60 કામો ની વિગત આપ શ્રી ને મોકલેલ છે તે પૈકી આ તમામ કામની આપ શ્રી દ્વારા વિઝીટ કરી સ્થળ ખરાય કરવી કે થયેલ કામ કે અધૂરા કામ એસ્ટીમેટ પ્રમાણે છેકે કેમ આ કામોની ગુણવતા ચકાસી અમોને જાણ કરવી કે ઉપરોક્ત કામોમાંથી કેટલા કામ સંપૂર્ણ થઈ ગયેલ છે ને કેટલા કામો અધૂરા છે ને કેટલા કામો હજી ચાલુ કરવાના બાકી છે ને અધૂરા તેમજ બાકી રહેવાના કારણો સા હતા ને આ તમામ કામ કેટલા સમયમાં પૂર્ણ થશે તેવી લેખિતમાં માહિતી આપવી તેમજ વિસ્તારના લોકો વતી મારી અરજ છે કે ઉપરોક્ત કામો તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરેલ હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.