કચ્છના ગાંધીધામમાં આદર્શ પ્રાથમીક અને માધ્યમિક શાળા દ્વારા શિક્ષકડીન ની ઉજવણી કરવામાં આવી
કચ્છના ગાંધીધામમાં આદર્શ પ્રાથમિક અને માધ્યમિક શાળા-ગાંધીધામમા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનાં જન્મ દિવસે શિક્ષકદિન ની ઉજવણી કરવામાં આવી. ધોરણ ૬ થી ૮ ના વિધ્યાર્થીઓને આજના દિવસે શિક્ષક બનવાની તક મળી હતી. સૌ બાળકોએ આજના શિક્ષકદિનના કાર્યક્રમમાં હોંશભેર ભાગ લીધેલ તેમજ ઉત્સાહી જણાયા હતા. કુલ ૨૦ બાળ શિક્ષકોએ શાળામાં શિક્ષણકાર્ય કરાવ્યું હતું. આજના દિવસે શાળાના આચાર્ય તરીકેની ભૂમિકા સિંઘ સૂરજે સાંભળી હતી.
આજનો આ કાર્યક્રમ શાળા ના શિક્ષકો સુરેશ આસલ અને મમતા લાલવાણી ની દેખરેખ માં કરવામાં આવ્યો હતો અને નિર્ણાયક તરીકે કુમારી મમતા કુશવાહાએ બાળ શિક્ષકો નું નિરીક્ષણ કાર્ય કર્યું હતું.
આ કાર્યક્રમને ઉત્સાહ પૂર્વક ઉજવવા માટે અને કાર્યક્રમ ને સફળ બનાવનાર શાળાના સૌ શિક્ષકો તેમજ બાળ શિક્ષકોને શાળાના આચાર્ય શ્રી મુકેશ જી. મગનાણી સાહેબે સૌને અભિનંદન સાથે શાબાશી આપી હતી.
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.