ધંધુકાના હડાળા રેલ્વે સ્ટેશને ૬ શખ્સોએ રેલ્વે રોકી મારામારી કરવામાં આવી,ગાર્ડ જોડે પણ જપાજપી કરાઈ - At This Time

ધંધુકાના હડાળા રેલ્વે સ્ટેશને ૬ શખ્સોએ રેલ્વે રોકી મારામારી કરવામાં આવી,ગાર્ડ જોડે પણ જપાજપી કરાઈ


ધંધુકાના હડાળા રેલ્વે સ્ટેશને ૬ શખ્સોએ રેલ્વે રોકી મારામારી કરવામાં આવી,ગાર્ડ જોડે પણ જપાજપી કરાઈ

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના હડાળા ગામ ખાતે તારીખ ૦૮/૧૦/૨૦૨૪એ અમદાવાદ બોટાદ જતી ટ્રેન સાંજે ૦૬:૫૦થી અમદાવાદથી ઉપડી બોટાદ જઇ રહી હતી તે સમયે હડાળા ખાતે પહોંચતા ટ્રેનની અંદર બેસેલ એક છોકરીને સીટની પાછળની સાઈડ ટેકો આપવા જતાં સીટ હલતી હતી માટે છોકરી અને બેસેલ છોકરાઓ વચ્ચે તું તું મે ને થઈ હતી જેને લઈ છોકરીના સગાએ તેમના મિત્રોને ફોન કરી હડાળા રેલ્વે સ્ટેશન બોલાવ્યા હતા. ત્યારબાદ હડાલા રેલ્વે સ્ટેશને ટ્રેન પહોંચતા ટ્રેનની ચેઇન ખેંચવામાં આવી હતીને ટ્રેનને ઊભી રખાઇ હતી. છોકરીના સગાના મિત્રો દ્વારા ગાળો આપી, ટ્રેનની ચેઇન ખેંચી રાખીને ગાર્ડ તેમજ ડ્રાઈવર સાથે પણ ગેરવર્તન કરી અંદાજે ૦૧ કલાકને ૦૫ મિનિટ સુધી ગાડીને ત્યાંની ત્યાં જ ઊભી રાખી હતી જેના કારણે ભાવનગર તરફથી આવતી ટ્રેનને પણ સિગ્નલ ન મળતા મુસાફરો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા હતા.

બોટાદ રેલ્વે પોલીસ ઈન્સ્પેકટર ઉદયભાન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ ૦૮/૧૦/૨૦૨૪ના રોજ અમદાવાદ- બોટાદ ખાતેથી આવતી સાંજની ટ્રેન ૦૯ વાગ્યે હડાળા રેલ્વે સ્ટેશન ખાતે પહોંચતા મુખ્ય સૂત્રધાર ઇસમો રેલ્વે સ્ટેશને પહોંચી છોકરી સાથે તું તું મે ના કરેલ છોકરાને ગાળો આપી ટ્રેનમાથી નીચે ઉતર, જ્યાં સુધી ટ્રેનમાથી નીચે નહીં ઉતરે ત્યાં સુધી ટ્રેન આગળ જવા દેવામાં આવશે નહિ તેવું કહી ટ્રેનને ૦૧ કલાકને ૦૫ મિનિટ રોકી રાખી ટ્રેનમાં બેસેલ મુશાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તેમજ ભાવનગર તરફથી આવતી ટ્રેનને પણ આ ટ્રેન વિલંબ થતાં તે ટ્રેનના મુશાફરોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો .આમ આ ૬ ઇસમો દ્વારા ટ્રેનને રોકી રાખી, અભદ્ર ગાળો ભાંડી, ગાર્ડ તેમજ ડ્રાઈવર સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.જેમાં વિનોદભાઈ ઘનશ્યામભાઈ મકવાણા ઉ વ ૨૧ રહે જસાપર તા ધંધુકા , સુરેશ મુકેશભાઇ મેર ઉ વ ૨૬ રહે હડાળાભાલ તા ધંધુકા,પ્રદીપ પ્રતાપભાઈ મકવાણા ઉ.વ ૨૧ રહે જસાપર તા ધંધુકા, શૈલેષ કાનજીભાઇ દેત્રોજા ઉ વ ૨૧ રહે જસાપર ધંધુકા, ચારેય ઇસમો વિરુદ્ધ મારામારીનો કેસ નોંધવામાં આવ્યો હતો અને મહેન્દ્રસિંહ ભીખુભાઈ સોલંકી ઉ વ ૧૯ રહે હડાળાભાલ ધંધુકા, પ્રશાંતભાઈ બાબુભાઇ ઉ વ ૧૯ હડલાભાલ ધંધુકા. તમામ શખ્સો વિરુદ્ધ રેલ્વે પોલીસ દ્વારા ગુનો નોંધી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image