હળવદ તાલુકાના રાયસંગપુર ગામે કૌટુંબિક બહેનને ભગાડી જવાના બનાવમાં હત્યાના આરોપીઓ ગણતરીની કલાકોમાં ઝડપાયા - At This Time

હળવદ તાલુકાના રાયસંગપુર ગામે કૌટુંબિક બહેનને ભગાડી જવાના બનાવમાં હત્યાના આરોપીઓ ગણતરીની કલાકોમાં ઝડપાયા


કૌટુંબિક બહેનને ભગાડી જવા મુદ્દે પિતરાઇની હત્યા કરનાર બે ઝડપાયા

હળવદના રાયસંગપુરમાં ગામે બનેલી ઘટનામાં હળવદ પોલીસ અને એલસીબીની સંયુક્ત કાર્યવાહી

હળવદ તાલુકાના રાયસંગપુર ગામે કૌટુંબિક બહેનને ભગાડી જવાના બનાવમાં જુના ઝઘડાનો ખાર રાખી બે પિતરાઈ ભાઈઓએ ભાઈના ઘરમાં ઘુસી હત્યા કરી નાખવાના બનાવમાં હળવદ પોલીસ અને મોરબી એલસીબીએ સંયુક્ત કાર્યવાહી કરી બન્ને આરોપીઓની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા શામજીભાઈ બાબુભાઇ લોલાડીયા અગાઉ આરોપી ગૌતમ કરમણભાઇ લોલાડીયા અને વિપુલ કરમણભાઇ લોલાડીયાની બહેનને ભગાડી ગયો હોય જેનું મનદુઃખ રાખી ગઈકાલે બન્ને આરોપીઓએ શામજીભાઈના ઘરમાં ઘુસી છરી અને પાઇપ વડે હુમલો કરતા શામજીભાઈ બાબુભાઇ લોલાડીયાનું મૃત્યુ નીપજ્યું હતું જયારે તેમના ભાઈ ગોપાલ ઉપર આરોપીઓએ છરી વડે હુમલો કરતા ઈજાઓ પહોંચતા મૃતકના પિતા બાબુભાઇ ગોકળભાઇ લોલાડીયાએ ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ આ સંગીન બનાવમાં હળવદ પીઆઇ આર.ટી.વ્યાસ અને એલસીબી પીઆઇ એમ.પી.પંડયાએ સંયુક્ત ટિમો બનાવી તપાસ શરુ કરી યુવાનની હત્યા કરનાર આરોપી ગૌતમ કરમણભાઇ લોલાડીયા અને વિપુલ કરમણભાઇ લોલાડીયાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.