પંચમહાલ જિલ્લાના વિવિધ ગામોમાં આત્મા યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ અંગે કિસાન ગોષ્ઠીનું આયોજન કરાયું
ગોધરા
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તથા વરસાદી ઋતુમાં જ્યારે ખેડૂતો માટે ખુશાલીના દિવસો હોય છે ત્યારે પંચમહાલ જિલ્લાના તમામ સાત તાલુકામાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક કિસાન ગોષ્ઠીનું
આયોજન કરવામાં આવ્યું છે.આજરોજ પંચમહાલ જિલ્લાના આંતરિયાળ ગામોમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં મુખ્યત્વે હાલમાં ખેતીમાં વરસાદના આગમન સાથે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતીમાં જીવામૃત તેમજ વિવિધ કીટનાશક અસ્ત્રો જેવા કે નિમાસ્ત્ર,અગ્નિસ્ત્ર,બ્રહ્માસ્ત્ર દસપર્ણી અર્ક જેવી બનાવટોનું સચોટ માર્ગદર્શન તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર તેમજ આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર અને જિલ્લાના કૃષિ વિસ્તરણ અધિકારીશ્રીઓ અને ખેડૂત માસ્ટર ટ્રેનર જે પ્રાકૃતિક ખેતીની તાલીમમાં નિપુણતા ધરાવે છે તેમના દ્વારા પૂરું પડાયું હતું.
પ્રાકૃતિક ખેતી કરતા તમામ ખેડૂતોને સીધું માર્કેટ મળી રહે તે અંગે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન એટલે એફ.પી.ઓ વિશે પણ આ કાર્યક્રમમાં ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે અને તેમની જમીન તેમજ તેમની અને આવનારી પેઢીમાં સ્વાસ્થ્ય સુધરે તે હેતુથી આ સમગ્ર કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આવનારા સમયમાં ખેડૂતો પૂર્ણ રીતે સમર્પિત પ્રાકૃતિક ખેતી કરશે તો તેનું મોટું બજાર ઊભું થશે તેવું આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી પંચમહાલે જણાવ્યું હતું.
રિપોર્ટર, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.