આટકોટમાં પોસ્ટ ઓફિસ પાસે રહેતાં યુવકે કોઈ કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમા અરેરાટી વ્યાપી - At This Time

આટકોટમાં પોસ્ટ ઓફિસ પાસે રહેતાં યુવકે કોઈ કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમા અરેરાટી વ્યાપી


(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
આટકોટની પોસ્ટ ઓફિસ નજીક મકાનમાં યુવકે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા પરિવારમા અરેરાટી ફેલાઇ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આટકોટમા રહેતા રોહિત કાંતિભાઇ બારૈયા- નામના 25 વર્ષના યુવકે આપઘાત શા માટે કરવો પડ્યો એ કારણ હજુ પણ અકબંધ રહ્યું છે. આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે યુવકેને મોત મીઠુ શા માટે કરવુ પડયું તેના કારણો જાણવા પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે. યુવકના મૃતદેહને જોઈ માતા પિતા શોકાતુર બન્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.