બોટાદ જિલ્લા કક્ષાનો નવમો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ 2023/24 આદર્શ શૈક્ષણિક સંકુલ હડદડ(બોટાદ) ખાતે સંપન્ન થયો
બોટાદ જિલ્લા કક્ષાનો નવમો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ 2023/24 આદર્શ શૈક્ષણિક સંકુલ હડદડ(બોટાદ) ખાતે સંપન્ન થયો
જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર આયોજિત શિક્ષણમાં નાવિન્ય અને રાષ્ટ્રીય શિક્ષણનીતિ -2020 અંતર્ગત વર્ગખંડ અને શિક્ષણની સમસ્યાઓનાં નિવારણ માટે બોટાદ જિલ્લાના ઈનોવેશન DIC અને કુશળ અને કર્મઠ માર્ગદર્શન હેઠળ અનેક ઈનોવેટિવ શિક્ષકોના નવા વિચારો રાજ્ય અને રાષ્ટ્રીય ફલક પર મુકનાર વિપુલ વાજા સાહેબના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા બોટાદ જિલ્લાના ચાર તાલુકા અને નગરપાલિકાના કુલ શ્રેષ્ઠતમ 18 સારસ્વતોના નવતર પ્રયોગ પસંદ કરવામાં આવ્યાં હતાં.બોટાદની આદર્શ શૈ.સંકુલમા આ એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલના પ્રથમ દિવસે પ્રારંભિક સેરેમનીમા બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયા,ડાયટ ભાવનગરના કુશળ,કર્મઠ પ્રાચાર્ય હિરેન ભટ્ટ,બોટાદ જિલ્લા શિક્ષણ વિભાગના વડા વિક્રમસિંહ પરમાર,મોરી સાહેબ,નગર પાલિકા બોટાદ શાસનાધિકારી ડી.બી.રોય,તાલુકા પ્રા.શિક્ષણાધિકારી રાણપુર અને બરવાળા તથા બરવાળા અને રાણપુર તથા શૈક્ષિક મહાસંઘ બોટાદના અધ્યક્ષ જનકભાઈ,તથા આદર્શ શૈક્ષણિક સંકુલના સંચાલક પ્રભુભાઈ ત્રાસડિયા સાથે પ્રથમ દિવસે રાણપુર અને બોટાદ તાલુકા તથા નગરપાલિકાના દરેકશાળાનું પ્રતિનિધિત્વ કરતાં સારસ્વતો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ અસરફ જાંગડ
બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.