ત્રણ મહિલા સહિત 15 જુગારીઓ ઝડપાયાં
શહેરનાં સ્વાતી પાર્ક બાજુમાં અક્ષરાતીત એપાર્ટમેંટ અને મોરબી પેડક રોડ રણછોડનગર સોસાયટીમાંથી જુગાર કલબ ઝડપાઈ હતી. પોલીસે મહિલા સહિત 15 જુગારીઓને પકડી પાડી રોકડ રૂ.52000 જપ્ત કર્યા હતા.
મળતી વિગતો મુજબ આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે સ્વાતી પાર્ક બાજુમાં અક્ષરાતીત એપાર્ટમેંટમાં ત્રીજા માળે રહેતાં હંસાબેન ડાવેરા પોતાના રહેણાંક મકાનમાં માણસો બોલાવી જુગાર રમાડે છે.
જે સ્થળે દરોડો પાડી જુગાર રમતાં હંસાબેન ડાયાભાઈ ડાવેરા, અંબાબેન દિનેશભાઈ અઘેરા, ભાવનાબેન ઘનશ્યામભાઈ હેરભા, અલ્પેશ રમણીકલાલ ગોટેચા, અજય રતિલાલ મહેતા, નિલેશ મનહરલાલ ભાસ્કર, કિશોર મેઘુમલભાઇ ટીલવાણીને દબોચી લીધા હતા. પોલીસે રોકડ રૂ.11,750 કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત બી ડિવિજન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલ કે મોરબી પેડક રોડ રણછોડનગર સોસાયટી કોમ્યુનિટી હોલની બાજુમાં ગણેશ ગેરેજ વાળા અમૃતલાલ કાનજીભાઇ લુણાગરીયા પોતાના મકાનમાં જુગારરમાડતા કલબ ચલાવે છે.
જે બાતમીનાં આધારે દરોડો પાડી પત્તા ટિંચતા અમૃતલાલ કાનજીભાઈ લુણાગરીયા, ભરત ચતુરભાઈ મોલીયા, નારણ બચુભાઈ લુણાગરીયા, દિનેશ પ્રાગજીભાઈ લુણાગરીયા, મુકેશ પ્રાગજીભાઈ લુણાગરીયા, પુષ્કર શંકરભાઈ ચંદેલ, રતીલાલ ઘુસાભાઈ લુણાગરીયા, પ્રવિણ ચતુરભાઈ મોલીયાને પકડી પાડી રોકડ રૂ.41200 કબ્જે કરી જુગાર ધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.