વડનગર ખાતે પી એમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય માં ભારત સરકાર ના સાંસ્કૃતિક વિભાગ ના સહયોગ દ્વારા શાસ્ત્રીય સંગીત નો કાર્યક્રમ યોજાઈ ગયો
વડનગર ખાતે પી એમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય માં ભારત સરકાર ના સાંસ્કૃતિક વિભાગ ના સહયોગ દ્વારા શાસ્ત્રીય સંગીત નો કાર્યક્રમ યોજાઈ ગયો
ભારત સરકાર ના સાંસ્કૃતિક વિભાગ ના સહયોગ દ્વારા સ્પિક મેકે દ્વારા આજે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલ પી એમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે શાસ્ત્રીય સંગીત નો કાર્યક્રમ યોજાઈ ગયો
ભારત સરકાર ના સાંસ્કૃતિક વિભાગ ના સહયોગ દ્વારા સ્પિક મેકે દ્વારા આજે મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલ પી એમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે શાસ્ત્રીય સંગીત નો કાર્યક્રમ યોજાઈ ગયો
આ કાર્યક્રમ માં મુંબઇ થી ખાસ અનેક સંગીત ના એવોર્ડ મેળવનાર સંગીત સામ્રાગ્ની વાયોલિન વાદક વિદુષી કલા રામનાથ તેમજ તબલા વાદક મીથીલેશ ઝા હાજર રહ્યા.
તેમણે તાનારીરી ની સંગીત નગરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માદરે વતન માં આવ્યા નો આનંદ વ્યક્ત કર્યો .અને સંગીત બેલડી તાના રીરી ને યાદ કરી તેમની સંગીત સાધના ને બિરદાવી.
આજે વડનગર પીએમ શ્રી નવોદય વિદ્યાલય ખાતે
વાયોલિન વાદક વિદુષી કલા રામનાથ દ્વારા ખાસ ભૈરવ આહીર રાગ રજૂ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત તેમના પ્રખ્યાત પદ પણ રજૂ કરી ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક પરિવારે શાંત રીતે કાર્યક્રમ ને માણ્યો હતો.
ખાસ ભારતીય મૂળ શાસ્ત્રીય સંગીત રજૂ કરી આપણો સંગીત નો વારસો સચવાય અને એનો પ્રસાર પ્રચાર થાય એ માટે સુંદર રજૂઆત કરી હતી
છેલ્લી સાત પેઢી થી સંગીત સાથે જોડાયેલ છે એમણે પડિત જશરાજ પંડિત પાસે સંગીત નું જ્ઞાન મેળવ્યું છે.તેમણે ભારતીય પ્રાચીન સંસ્કૃતિ માં પહેલા રાવણ હત્ત્થો થી શરૂઆત થઈ ને વાયોલિન નો પ્રવેશ ભારતીય સંગીત માં કેવી રીતે થયો જેની વિગતે વાત કરી હતી.અને બાળકો માં સંગીત પ્રત્યે રુચિ પ્રગટે એ વિષય પર પ્રકાશ પાડ્યો હતો.
વિદ્યાલય ના વાઇસ પ્રિન્સિપાલ કેસર સિંહ મીના દ્વારા બન્ને કલાકારોને આવકારી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. લોકેશ સારસ્વત દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.