સૌનો સાથ સૌનો વિકાસ નો સરકાર ને અસલી આયનો બતાવતાં
ગઢડા તાલુકા નાં લીંબાળી ગામે મેઈન રોડ એટલે કે લીંબાળી થી ઈતરીયા ગામ જતો મેઇન રોડ 4 વર્ષ થી ખુબજ ખાડા- ખડીયા વાળો અને પાણી ભરાતા તેના કારણે વાહચાલકો અને આમ જનતા ને ચાલવાની મોટી તકલીફ ઊભી થઈ રહી છે ત્યારે લોકો એ તંત્ર ને વારંવાર રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા ધ્યાને લેવામાં આવ્યું નથી ત્યારે લીંબાળી ગામના રીપોટર સંજના મકવાણા એ તંત્ર ને રૂબરૂ મળી ને રોડ-રસ્તા નો પ્રશ્ન ની જાણ કરી ટકોર કરવામાં આવી છતાં તંત્ર હજું નીંદર માં હોય તેવું દેખાય રહ્યું છે ત્યારે મિડીયા સંજના મકવાણા દ્વારા લેખિત માં રજૂઆત આપવામાં આવી છે. તેમજ ઝડપથી રસ્તો રિપેર કરવામાં આવે જો રિપેર નહિ કરવામાં આવે તો અગામી દિવશો માં રોડ-રસ્તા નો મુર્દો દિલ્લી સંસદ ભવન માં ગુંજશે તેવી તંત્ર ને ખુલ્લી ચિમકી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.