ધંધુકા તાલુકાના નવલા નોરતા ધમોત્સવ અને રાસોત્સના રંગે રંગાયુ.
ધંધુકા તાલુકાના નવલા નોરતા ધમોત્સવ અને રાસોત્સના રંગે રંગાયુ.
ગ્રામ્ય વિસ્તારમાં માની ભક્તિ રાસ ગરબા અને ભવાઈ નાટકોથી હજુ પણ જીવંત રહી છે. અને ઇતિહાસની પરંપરાને જાળવી રાખ્યો છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નવલા નોરતા ધમોત્સવ અને રસોત્સવના રંગે રંગાયું છે કોરોનાના બે વર્ષ પછી ચાલુ સાલે નોરતામાં માડીની ભક્તિમાં ઉત્સાહ ભેર માઈ ભક્તો જોવા મળે છે.
ધંધુકા તાલુકામાં નવલા નોરતા ધમહોત્સવ અને રાસોત્સવ માં માઈ ભક્તો શ્રદ્ધાથી માના ગરબા ગાઈ રહ્યા છે કોરોના ના બે વર્ષના પીરિયડ ને લોકો ભૂલી ગયા છે અને ઉત્સાહ ભેર માના ગરબા ગાવામાં ભાવુક બન્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ ચોમેર દાડીયારાસની રમઝટ અને ભવાઈ નાટકો થકી માની ભક્તિની પરંપરાનો ઇતિહાસ આજે પણ જીવંત જોવા મળે છે આજની પેઢીની અરૂચિના પરિણામે પેક્ષકો ની સંખ્યા સમિત રહે છે તેમ છતાં ઇતિહાસ સાથે અવગત કરાવતી પરંપરા ને જાળવી રાખવા માતાજી પ્રત્યેની અખંડ શ્રદ્ધાથી ભવાઈ મંડળ દ્વારા જીવના જોખમ વાળા નાટકોને પણ એટલી શ્રદ્ધાથી ભજવવામાં આવે છે.
ધંધુકા શહેરમાં નવરાત્રી મહોત્સવની ઉમરખાભેર ઉજવણી થઈ રહી છે શહેરના સુર્યલોક સોસાયટી
મહાત્માનગર ખાતેના રિદ્ધિ સિદ્ધિ ફ્લેટ તથા
રોહાઉસ તથા પારેકફળી, ખોડીયાર મંદિર, અંબાપુરા, નવાપુરા, મોઢવાડા, લીમડી ફળી, ભીંડીબજાર, લુહાર સુથારવાડા, કુંભારવાડા, શહેરના સોસાયટી વિસ્તારો પટેલવાડી, દેકાવાડા, અને મોદી ફળી, સહિત અસંખ્ય વિસ્તારોમાં માના ગરબા ની રમઝટ જોવા મળે છે ધંધુકા તાલુકાના વાસણા, રંગપુર, ગુંજાર, કોટડા, તગડી અણી- ભીમજી, સાલાસર, વાગડ, રોજકા, સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં નોરતા ની ઉજવણી ઉત્સાહભેર થાય છે ધંધુકા શહેરના તમામ નવરાત્રી ઉત્સવ ખાતે ધંધુકા પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા પોલીસ હોમગાર્ડ અને ગ્રામ રક્ષક દળના જવાનોને ખાસ બંદોબસ્ત માટે ફરજ ઉપર મૂકવામાં આવ્યા છે.
ધંધુકા તાલુકાના વાસણા, રંગપુર શહેરના ગામોમાં માતાજીના મઢ ને શણગારવામાં આવ્યા છે અને તેના ચોકમાં ગરબા ગવાય છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.