જેતપુરમાં વીર ચાંપરાજવાળા બાપુના પ્રતિમાના અનાવરણના 12 વર્ષ પૂર્ણ,રેલીનું આયોજન, - At This Time

જેતપુરમાં વીર ચાંપરાજવાળા બાપુના પ્રતિમાના અનાવરણના 12 વર્ષ પૂર્ણ,રેલીનું આયોજન,


જેેતપુર ખાતે વીર ચાપરાજવાળા બાપુ ની પ્રતિમા અનાવરણના બાર વર્ષ પૂર્ણ થતાં જેતપુર તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ તેમજ આગેવાનો તેમજ વીર ચાપરાજવાળા ગ્રુપ દ્વારા શોભાયાત્રાનુ આયોજન કરવામા આવેલ હતું. જેમાં કાઠી ક્ષત્રીય સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ શોભાયાત્રા વીર ચાપરાજ બારી પાસેથી થઈ સારણના પુલથી પસાર થઇ શહેરના રાજમાર્ગો પર ફરી ચાપરાજવાળા ચોક સુધી પહોંચી ચાપરાજબાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ રેલીમાં આજુબાજુ પંથકના તમામ ક્ષત્રિય કાઠી સમાજના આગેવાનો તેમજ યુવાનો જોડાયા હતા આ રેલીની આગળ ઘોડેબાજો કરતા શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું

જેતપુરનામાં આજે ચાપરાજ વાળા ની મૂર્તિ અનાવરણ પ્રસંગે ચોટીલા દરબાર, જસદણ દરબાર તેમજ, ચાપરાજ વાળા ના પરિવાર અને અનેક રાજવી પરિવારે જેયતાણી ડેલી અને વિરાણી ડેલી સમસ્ત રાજવી પરિવારે વીર ચાંપરાજ વાળા બાપુ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

આ રેલી બાદ જેતપુરના તિંનબતી ચોક મેદાનમાં વીર ચાપરાજ વાળા બાપુના પ્રતિમા અનાવરણના 12 વર્ષ પૂર્ણ થતા તેના ભાગરૂપે રેલી યોજાય હતી જેમાં હજારોની સંખ્યામાં લોકમેદની ઉમટી પડી હતી

અહેવાલ આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.