શાખપુર ગામે સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી ગ્રામવિકાસ માં ઉદાર સખાવતી દાતા શ્રી ઓનું સન્માન કરાયું
શાખપુર ગામે સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી
ગ્રામવિકાસ માં ઉદાર સખાવતી દાતા શ્રી ઓનું સન્માન કરાયું
દામનગર શાખપુર ગામે સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી જેમાં મંડળીના પ્રમુખ પ્રાગજીભાઈ ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ સીતાપરા શાખપુર ગામના ઉદ્યોગપતિ અને દાતાશ્રી બલર કનુભાઈ વનમાળીભાઈ કમિટીના તમામ સદસ્ય શ્રી શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ સહકારી બેંકના જનરલ મેનેજર કોઠીયા તથા પાંચતલાવડા બ્રાન્ચ ના મેનેજર દેવલોક સાહેબ મંડળીના મંત્રી હમીરભાઇ તથા ઇફકો નો સ્ટાફ ગામના તમામ માજી સરપંચ અને સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ સભામાં શાખપુર ગામમાં વિકાસના કાર્યોમાં નવું રામજી મંદિર બનાવવા ૩ ગેટ બનાવ્યા બંને પાદરના અવેડા સહિત બનાવવાની જેમણે જાહેરાત કરી છે એવા દાતા બલર કનુભાઈ વનમાળીભાઈ નું સમગ્ર સેવા સહકારી મંડળી અને ગ્રામજનો વતી શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ ના હસ્તે સાલ અને પુષ્પગુસ આપી અને સન્માનિત કરાયા હતા દાતાશ્રીના આ સહયોગ ને સમગ્ર ગ્રામસનોએ બિરદાવી તાળીઓના ગડગડાટથી વધાવી હતી સૌ ગ્રામજનો એ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.