લુણાવાડા જનરલ ઓબ્ઝર્વરશ્રીએ સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ માટે મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક્શન મોડમાં કામગીરી થઈ રહી છે. આદર્શ આચારસંહિતાના પાલન માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત થયેલા જનરલ ઓબ્ઝર્વરશ્રીએ દ્વારા ચૂંટણી સંબંધિત કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે. ત્યારે આજરોજ જનરલ ઓબ્ઝર્વરશ્રીએ લુણાવાડા અને બાલાસિનોર ખાતેના સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ.
આ તકે જનરલ ઓબ્ઝર્વરશ્રીએ સ્ટ્રોંગ રૂમનું જાત નિરીક્ષણ કર્યું હતું તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને અન્ય અધિકારીઓએ સુરક્ષા સંબંધે થયેલી કામગીરી અંગે જાણકારી પુરી પાડી હતી.
આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી ભાવીન પંડયા, પોલીસ વડાશ્રી આર પી બારોટ,નાયબ ચૂંટણી અધિકારીશ્રી કુંજલ શાહ,પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.