*જુના તથા બંધ પડેલા બોરવેલને યોગ્ય રીતે ઢાંકવા બાબત* - At This Time

*જુના તથા બંધ પડેલા બોરવેલને યોગ્ય રીતે ઢાંકવા બાબત*


*જુના તથા બંધ પડેલા બોરવેલને યોગ્ય રીતે ઢાંકવા બાબત*
***************
રાજયમાં વિવિધ સ્થળોએ છેલ્લા ઘણા સમયથી ખુલ્લા બોરવેલમાં બાળકો પડી જવાની ઘટનાઓ બનતા આ ગંભીર બાબતને નિવારવા માટે રાજય સરકારે તકેદારીના ભાગરૂપે પ્રતિબંધક આદેશ બહાર પાડયા છે.
જે અંતર્ગત સાબરકાંઠા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી નૈમેષ દવેને મળેલી સત્તાની રૂએ કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. જેમાં જિલ્લામાં જે તે વિસ્તાારમાં બોરવેલ બનાવતા પહેલા સંબંધીત વિભાગની મંજુરી મેળવી હોયતો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં બોર માલીક અથવા બોર એજન્સી ધ્વારા જાણ કરવાની રહેશે. બોરવેલ બનાવ્યા બાદ કોઇ બાળક કે પ્રાણીઓ પડી ન જાય કે કોઇ જાનહાનિ થાય નહિ તે માટે બોરવેલની આસપાસના વિસ્તાવરમાં મજબુત ફેનસીંગ વાડ કે ફરતી દિવાલ કરવાની રહેશે અને તે અંગેની જાણ પોલીસ સ્ટે્શનને કરવાની રહેશે ઉપરાંત જુના તથા બંધ પડેલ કે અવાવરી પરીસ્થિતિમાં હોય તેવા બોરવેલ જમીન માલિકોને ઉપરોકત બાબતોની ખાસ તકેદારી રાખવા જણાવાયું છે. આ હુકમનો અનાદર કરનાર બોરવેલ માલિક વિરુધ્ધ કડક શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.
*************


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.