બોટાદ એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સ્પેકટર તથા સ્ટાફના માણસોને બોટાદ જિલ્લામાં ડમી સીમકાર્ડનું ગેરકાયદેસર વેચાણ કરતા એક યુવક ને ઝડપી પાડયો
(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ એસ.ઓ.જી.શાખાના પોલીસ ઇન્સપેકટર એમ.જી.જાડેજા તથા સ્ટાફના માણસોને બોટાદ જિલ્લામાં ડમી સીમકાર્ડનું ગેરકાયદેસર વેચાણ થતુ અટકાવવા માટે બોટાદ એસ.ઓ.જી. ટીમ બોટાદ શહેરમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન પોલીસને બાતમી મળેલ કે હીફલી વિસ્તારમાં છઠ્ઠી શેરીમાં પાણીની ટાંકી પાસે મિલન મોબાઇલ નામની દુકાનનો ધારક ફારૂકભાઇ જે નિયાતર પોતે એરટેલ તથા VI કંપનીનો એજન્ટ પોતાના અંગત ફાયદા માટે ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ડમી સીમકાર્ડનુ વેચાણ કરે છે જેની બાતમીના આધારે પોલીસ દુકાને જઇ તપાસ કરતા એકજ મોબાઇલમાં VI તથા Airtel કંપનીનુ ડમી સીમ રાખી તા.20/9/2024ના રોજ VI કંપનીના સીમકાર્ડ ખરીદી કરવા આવેલ ગ્રાહકોની જાણ બહાર 4 ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી Airtel કંપનીના ચાર ડમી સીમકાર્ડ એકટીવ કરેલ હોવાનુ માલુમ પડ્યું હતું.
જેથી આ શખ્સ વિરૂધ્ધમાં બોટાદ શહેર પોલીસ મથકે કલમ 316,336,340. મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેના કબજામાંથી Airtel કંપનીના 4 સીમકાર્ડ ચાલુ કરેલ હાલતમાં કિ.રૂ.400, Airtel કંપનીના 14 સીમકાર્ડ એક્ટીવ કરવા ઉપર બાકી કિ.રૂ.1400, VI Prepaid કંપનીના 8 એક્ટીવ કર્યા વગરના કાર્ડ કિ.રૂ. 800 સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યા હતો. જે બાબતે બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એફ બળોલીયાએ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.