સાબરકાંઠા જિલ્લામાં-: SMC અને SMDCના સભ્યો ત્રણ દિવસિય તાલીમમાં જોડાયા…. - At This Time

સાબરકાંઠા જિલ્લામાં-: SMC અને SMDCના સભ્યો ત્રણ દિવસિય તાલીમમાં જોડાયા….


સાબરકાંઠામાં-:
જિલ્લાના ૧૧,૪૨૪ જેટલા સભ્યો બાયસેગના માધ્યમથી જોડાયા,સમગ્ર શિક્ષા સાબરકાંઠા દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ (SMDC)ના સભ્યો માટે રાજય કક્ષાએથી 3 દિવસની તાલીમ પૈકી બીજા દિવસની તાલીમ દરમિયાન રાજ્યકક્ષાએથી બાયસેગના માધ્યમથી યોજાયો હતો.આ તાલીમમાં રાજ્ય કક્ષાએથી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી રતનકવર ગઢવી ચારણ અને સચિવશ્રી મહેશ મહેતા સમગ્ર શિક્ષાના માર્ગદર્શન અન્વય અનિલભાઈ ઉપાધ્યાય આસિસ્ટન્ટ કન્વીનર ક્યુ સેલ ના સંકલનથી વિવિધ શાખાના નિષ્ણાતો દ્વારા SMC તથા SMDCના સભ્યોને કાર્યો અને ફરજો વિશે જાણકારી અપાઇ હતી..

શાળા વિકાસ યોજના,શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટેના કાર્યક્રમો,માળખાકીય અને ડીઝીટલ સુવિધાઓ,દિવ્યાંગ બાળકોનું શિક્ષણ,કન્યા શિક્ષણ, શાળા આપાત્તિ અને વ્યવસ્થાપન,વોકેશનલ એજ્યુકેશન અને શાળા બહારના બાળકોનું શિક્ષણ તેમજ અન્ય શૈક્ષણિક પ્રયાસો બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ તાલીમમાં કુલ ૧૧૬૨ શાળા વ્યવસ્થાપન સમિતિ ૨૪ શાળા સંચાલન અને વ્યવસ્થાપન સમિતિના કુલ ૧૧,૪૨૪ જેટલા સભ્યોએ હાજરી આપી હતી..

આ તાલીમના દિવસે પ્રસારણના સમય દરમિયાન જિલ્લા પ્રોજેક્ટ કૉ-ઓડીનેટરશ્રી હર્ષદ ચૌધરી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, મીતાબેન ગઢવી, ડાયટ પ્રિન્સિપાલશ્રી કે ટી પોરાણીયા તમામ ડાયટ લેકચરશ્રી, તમામ શિક્ષણ નિરીક્ષકશ્રી અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી,તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, બી.આર.સી./સી.આર.સી કૉ-ઓર્ડીનેટર તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા અને તાલુકા કચેરીમાં કામગીરી કરતા તમામ શાખાઓનાં કૉ-ઓર્ડીનેટરશ્રી અને કર્મચારીશ્રીઓને જિલ્લાની નક્કી કરેલ શાળામાં હાજર રહી,તાલીમ બાદ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.જિલ્લાકક્ષાએથી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષ વ્યાસ મ.જિલ્લા પ્રોજેક્ટ કોડીનેટર સમગ્ર શિક્ષા દ્વારા કરવામાં આવ્યું હતું.

આબીદઅલી ભૂરા
સાબરકાંઠા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.