રાજ્યસરકારશ્રી દ્વારા આવાસ લોકાર્પણ અને ખાતમૂહર્ત કાર્યક્રમ આગામી ૧૦ ફેબ્રુઆરીએ યોજાસે
રાજ્યસરકારશ્રી દ્વારા આવાસ લોકાર્પણ અને ખાતમૂહર્ત કાર્યક્રમ આગામી ૧૦ ફેબ્રુઆરીએ યોજવાનો છે. ત્યારે આ કાર્યક્રમ વિધાનસભા મુજબ યોજવાનો છે જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં લુણાવાડા,બાલાસિનોર અને સંતરામપુર તાલુકાઓમાં આ કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી જેમાં જરૂરી માર્ગદર્શન અને સુચનો કરવામાં આવ્યા હતા તેમજ સુચારુ આયોજન થકી કાર્યક્રમ યોજવા માટેના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૧૦ મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે કેન્દ્ર તથા રાજય સરકારશ્રીની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ- શહેરી, હળપતી આવાસ યોજના, ડો. આંબેડકર આવાસ યોજના, પંડીત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાઓ અંતર્ગત સમગ્ર રાજયના ૩૩ જિલ્લાઓના આવાસોના ઇ- લોકાર્પણ તથા ખાતમુહૂર્ત થનાર છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ, ,અધિક નિવાસી કલેક્ટરશ્રી, પ્રાયોજના વહીવટદારશ્રી, નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીઓ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.