રૈયા-નાના મવા રોડ પરથી ઘી-પનીરના પાંચ નમુના લેવાયા - At This Time

રૈયા-નાના મવા રોડ પરથી ઘી-પનીરના પાંચ નમુના લેવાયા


મનપાની ફૂડ શાખા દ્વારા ચેકીંગ ડ્રાઇવ સાથે નમુનાની ડ્રાઇવ પણ ચાલુ રાખી છે. તે અંતર્ગત રૈયા રોડ અને નાના મવા રોડ પરથી ગાયના ઘી અને બટરના પાંચ નમુના લઇ લેબોરેટરી પરીક્ષણમાં મોકલવામાં આવ્યા છે.
રૈયા સ્મશાન સામે વેજા ગામ રોડ પર આવેલ સતવા માર્કેટીંગમાંથી મિલ્કી મિસ્ટ ગાયનું ઘી, મલાઇ પનીર, પ્રોસેસ્ડ પનીર, કુકીંગ બટરના ચાર નમુના પેકીંગમાંથી લેવાયા હતા. તો નાના મવા રોડ જય ભીમ સર્કલ પાસે ગોલ પાર્કમાં આવેલ બ્લીનકીટ ડાર્ક સ્ટોરમાંથી પણ પારસ દેશી ઘી અને આબાદ ગાયના ઘીનો નમુનો લેવાયો છે. શુધ્ધના નામે વેંચાતા છુટક અને કંપની પેકડ દૂધની બનાવટોનું આ રીતે પરીક્ષણ ચાલુ રહ્યું છે.
દરમ્યાન ફૂડ વિભાગની ટીમે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ડી- માર્ટ થી જૂનો મોરબી રોડ તથા આંબેડકર ચોકડીથી કોઠારીયા રોડ સુધીના વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 27 ધંધાર્થિઓને ત્યાં ર0 નમુનાની ચકાસણી કરી હતી. જેમાં (1)ક્રિષ્ના ડિલક્સ પાન કોલ્ડ્રિંક્સ (2) બજરંગ પાણીપુરી (3) ભવાની સુપર માર્ટ (4) ક્રિષ્ના ગાંઠિયા (5) બજરંગ ઢોસા (6) ઠાકરધણી પાન (7) શક્તિ ટી સ્ટોલ (8) રાધે આઇસ્ક્રીમ (9) કટક બટક ફૂડને લાયસન્સ માટે નોટીસ ફટકારવામાં આવી છે.
આ ઉપરાંત (10) ન્યુ પટેલ આઇસ્ક્રીમ (11)શ્રીનાથજી ફૂડ કોર્પોરેશન (12) અતુલ આઇસ્ક્રીમ (13) બજરંગ મોમોઝ સેન્ટર (14) શિવશક્તિ દાબેલી (15) શ્રી ક્રિષ્ના આઇસ્ક્રીમ (16)જય અંબે પ્રોવિઝન સ્ટોર (17) લાઈફ કેર ફાર્મસી (18) મનમંદિર કોલ્ડ્રિંક્સ (19) જય કિશન ડેરી ફાર્મ (20) પાલવ આઇસ્ક્રીમ (21) ખોડિયાર પ્રોવિઝન સ્ટોર (22) વેણુ રેસ્ટોરેન્ટ (23) સુંધાગ ડેરી ફાર્મ (24) મુરલીધર ફરસાણ (25) ભાવિક ટ્રેડિંગ (26)ખોડિયાર હોટલ (27) જલારામ ખમણ હાઉસમાં ચકાસણી કરવામાં આવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.