રીક્ષા પલ્ટી જતા બે બહેનના એકના એક ભાઈનું મોત
શહેરના દૂધ સાગર રોડ પર ફારૂકી મસ્જીદ પાસે તા.19ની રાત્રે રીક્ષા પલ્ટી જતા ઘવાયેલ ચાલક શબીર સલીમ બેલીમ (ઉ.વ.32, રહે રૂખડીયાપરા શેરી નં.1)નું આજે સવારે મોત નિપજયું હતું. બે બહેનના એકના એક ભાઈના મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.આ અંગે મળતી વિગત મુજબ, તા.19ની રાત્રે શબીર પોતાની રીક્ષા લઈ દૂધ સાગર રોડ પર જતો હતો.
અચાનક ફારૂકી મસ્જીદ પાસે રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. જેથી ઈજાગ્રસ્ત શબીરે દૂધ સાગર રોડ પર રહેતી તેની બહેન શબનમને ફોન કરી કહ્યું હતું કે, મારૂ એકિશડન્ટ થઈ ગયું છે. મને લઈ જાવ જેથી શબનમ પરિવારજનો સાથે સ્થળ પર પહોંચી હતી. ત્યાં 108 આવી જતા શબીરને સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. અહી ફરજ પરના તબીબે તેની સારવાર કરી દવા આપી, ઈન્જેકશન મારી, એકસરે પડાવેલ શબીર દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરતો હતો. ડોકટરે જણાવેલ કે તેના પગમાં અગાઉનો સળીયો છે તેમાં માર લાગ્યો હોય તેનો દુ:ખાવો હશે.
શબીરને ઘરે જવા ડોકટરે છુટ આપી દીધી હતી.સવારે દસેક વાગ્યે શબીર ઘરે હતો ત્યારે ખુબ જ દુ:ખાવો ઉપડતાં બે ભાન થઈ જતા ફરી સિવિલ હોસ્પિટલે લાવતા ડોકટરે મૃત જાહેર કરેલ.પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડયો હતો.આંતરીક ઈજાના કારણથી શબીરનું મોત થયાનું પ્રાથમિક તારણ છે શબીર રીક્ષા ચલાવતો, અને પારેવડી ચોકમાં સીએનજી રીક્ષા રીપેરીંગનું ગેરેજ ચલાવતો તે બે બહેન 1 ભાઈમાં વચેટ હતો. સંતાનમાં એક દીકરો છે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.