દારૂની બાતમી કેમ આપી? કહીં બે શખ્સોનો હુમલો
દારૂની બાતમી કેમ આપી? કહીં મોટામવામાં 16 વર્ષીય રાજ વાઘેલા પર બે શખ્સોનો હુમલો કર્યો હતો. નવદુર્ગાપરાના અંકિત પરમાર અને અજાણ્યા શખ્સ સામે રાજની માતાએ ફરિયાદ નોંધાવી છે.
નીરૂબેન તુલસીભાઇ વાઘેલા (ઉ.વ.48, રહે, મોટામવા વણકર વાસ)એ ફરિયાદમાં જણાવ્યું કે, હું મોટમવા સ્મશાન બાજુમાં આવેલ આંગણવાડીમાં હેલ્પર તરીકે નોકરી કરું છું. મારે સંતાનમાં બે દીકરા છે. જેમા મોટો તુષાર અને નાનો રાજ છે. મારા પતિ બીમાર હોય જેથી બેડ રેસ્ટ છે. ગત સાંજના સવા છએક વાગ્યે હું મારા ઘર પાસે ઉભી હતી ત્યો મારો નાનો દીકરો રાજ જે મારા પતિ માટે ફાકી લઇને પરત આવતો હતો ત્યારે તે અમારા ઘર પાસે પહોંચતા તેની પાછળથી એક રીક્ષા રાજ પાસે ઉભી રહેલ.
તે રીક્ષામાંથી અંકીત પરમાર જે સ્મશાન સામે નવદુર્ગાપરામાં રહે છે અને તેની સાથે બીજો એક અજાણ્યો વ્યક્તિ રીક્ષામાંથી બહાર આવેલ જે બન્ને ના હાથમાં લોખંડના પાઇપ હતા અને અંકીતે મારા પુત્ર રાજને કહેલ કે, તે અમે દારૂ વેચીએ છીએ એવી બાતમી કેમ પોલીસને આપી? આમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટાના માર મારી અને રાજને અંકીતે માથામાં પાછળના ભાગે મારેલ અને તેની સાથેનાએ હાથે પગે પાઇપ મારવા લાગેલ. જેથી હું દોડીને ત્યાં જઇ મારા પુત્રને વધુ મારતા છોડાવેલ. 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ. પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને પકડી લેવા તજવીજ કરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.