પંચમહાલ જિલ્લાના શહેરાના ભારતીય જનતા પાર્ટીના આગેવાન ખાતુભાઇ પગી કોંગ્રેસમાં જોડાયા. - At This Time

પંચમહાલ જિલ્લાના શહેરાના ભારતીય જનતા પાર્ટીના આગેવાન ખાતુભાઇ પગી કોંગ્રેસમાં જોડાયા.


પંચમહાલ જિલ્લાના શહેરાના ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. પંચમહાલ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ ખાતુભાઇ પગી કોંગ્રેસમાં જોડાયા હતા. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ખાતુભાઇ પગીને ટિકિટ આપવાની માંગ કરી હતી. જોકે, ભારતીય જનતા પાર્ટીએ શહેરા બેઠક પર જેઠાભાઇ ભરવાડને ભાજપે ટિકિટ આપતા ખાતુભાઇ પગી નારાજ થયા હતા જેના કારણે કોંગ્રેસમાંથી શહેરાના ઉમેદવાર તરીકે ખાતુભાઇ પગીએ દાવેદારી નોંધાવી છે.

જગદીશ ઠાકોરે શહેરાના ભાજપના આગેવાન અને કાર્યકર્તાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા. ખાતુભાઇ પગીએ પોતાના સમર્થક સાથે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક કમલમમાં મળી હતી ત્યારે રજૂઆત કરી હતી. જોકે, ભાજપે જેઠાભાઇ ભરવાડને ટિકિટ આપતા ખાતુભાઇ પગીએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી
ખાતુભાઇ પગી કોંગ્રેસ કાર્યાલય ખાતે 300 થી વધુ કાર્યકર્તાઓ સાથે પહોચ્યા હતા અને કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે શહેરા ૧૨૪ વિધાનસભાની ચૂંટણીમાં શહેરામાં રાજકારણ ગરમાયું હતું ખાતુભાઇ પગી કોંગ્રેસની ટિકિટ પર અને ભાજપના જ જેઠાભાઇ ભરવાડ સામે ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા છે.ત્યારે આવનાર સમય જ બતાવશે કે શેહરા વિધાનસભાની બેઠકનો સરતાજ કોના સીરે જશે.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ શહેરા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.